Home Gujarat The Issue Of The Constitution Of The Thakor Community Heated Up In Banaskantha

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો મામલો ગરમાયો : 'બીજી જાન પણ આવી હતી, જેમાં ડીજે હતો', જાણો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે શું કહ્યું?

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો મામલો ગરમાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 01:04 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદ ગરમાયો છે. સમાજના નિયમો ભંગ થયા હોવાના આરોપો વચ્ચે હવે ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજની બેઠક પહેલા પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. ઠાકોર સમાજના બંધારણને લઈને ઉભા થયેલા વિવાદ પર ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરએ ખુલાસો કર્યો છે. બંને ગાયકોનું કહેવું છે કે તેમણે સમાજના કોઈ પણ નિયમો તોડ્યા નથી.

નિયમો ભંગ મામલે કલાકોરોની પ્રતિક્રિયા

ગાયકોના જણાવ્યા મુજબ, બંધારણમાં નિયમ એવો હતો કે સામા પક્ષે જાન લઈ જવાની હોય ત્યારે ડીજે ન કરવો. પરંતુ તેમના ગામમાં જે બંધારણ બનાવાયું હતું તેમાં ડીજે માટે છૂટછાટ આપવામાં આવી હતી અને એ મુજબ જ તેઓએ આયોજન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ઠાકોર સમાજના બંધારણમાં તેમના ગામ માટે ડીજે ન લાવવો એવો કોઈ સ્પષ્ટ મુદ્દો જ નહોતો. છતાં પણ તેમના પર નિયમ ભંગના આરોપો લગાવવામાં આવી રહ્યા છે જોકે જાબડીયા ગામના પૂર્વ સરપંચ થાનાજી ઠાકોરએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે બંધારણ બન્યું તે પહેલાં તેમના ગામમાં કોઈ બેઠક યોજાઈ નહોતી અને ગામજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા.

'બીજી જાન પણ આવી હતી, જેમાં ડીજે હતો'

તેમણે ઉમેર્યું કે બંધારણની નકલ પણ આજદિન સુધી તેમના ગામ સુધી પહોંચી નથી. તેમ છતાં પણ તેમના ગામ તરફથી કોઈ પણ પ્રકારનું બંધારણ ભંગ કરવામાં આવ્યું નથી. જોકે ગાયકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે ગઈકાલે વડગામ તાલુકામાં જ્યારે તેઓ જાન લઈને ગયા ત્યારે ત્યાં બીજી જાન પણ આવી હતી, જેમાં ડીજે હતો. તો પછી માત્ર તેમની સામે જ કાર્યવાહી કેમ ગાયકોનું કહેવું છે કે સમાજના કોઈ પણ નિયમો તોડ્યા નથી ગામના બંધારણમાં ડીજે માટે છૂટછાટ હતી અને અમે એ પ્રમાણે જ કર્યું. સમાજથી અમે ઉજળા છીએ. સમાજમાં બાપ છે, પરંતુ નિયમ તોડ્યા નથી એટલે દંડનો સવાલ જ નથી હવે જોવાનું રહ્યું કે ઠાકોર સમાજની બેઠકમાં આ મુદ્દે શું નિર્ણય લેવાય છે અને આ વિવાદનું સમાધાન કઈ રીતે થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now