ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો જેમાં એક કાર ચાલકે અડફેટે લેતાં 5 લોકોનું મોત નિપજ્યું હતું. એવામાં ફરી એક વખત વડોદરામાં રફતારનો કહેર યથાવતરુપે જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર બાદ વડોદરામાં હિટ એન્ડ રન થતા એક બાળકીનું મોત
વડોદરા શહેરમાં કારની અડફેટે આવી જતાં માસૂમ બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ વિસ્તારમાંથી આ ગંભીર અકસ્માતની ઘટના સમે આવી રહી છે. બાંધકામ સાઇટ પર આંગણામાં રમી રહેલી માસૂમ એલિસા નિનામાનું કારની અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે. પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઇ છે. જો કે, સમગ્ર મામલે ગોત્રી પોલીસે આરોપી અર્જુન અમરસિંહ ચાવડાની ધરપકડ કરી છે.





