સરકારનું GST કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2026 ના પહેલા મહિનામાં જ સરકારે GST કલેક્શનના સંદર્ભમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં સરકારના વસૂલાતમાં ૧૨ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, જીએસટી કલેક્શનમાં વધારો થવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા કરવેરા પર અંકુશ મૂકવા અને નિયમોને સરળ બનાવવાનો નિર્ણય છે. આગામી દિવસોમાં આ સંગ્રહમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પરોક્ષ કર વસૂલાતનો લક્ષ્યાંક 17 લાખ કરોડ રૂપિયાથી વધુ રાખ્યો છે. જેમાં GST કલેક્શનનો લક્ષ્યાંક લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે એપ્રિલ મહિનામાં GST કલેક્શન કેટલું રહ્યું?
આ વર્ષે મે મહિનો શરૂ થતા જ અર્થવ્યવસ્થાના મોરચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતનું GST કલેક્શન એપ્રિલમાં વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના આ જ મહિનામાં 2.10 લાખ કરોડ રૂપિયા કરતાં 12.6 ટકા વધુ છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર GST કલેક્શનમાં વધારો આર્થિક પ્રવૃત્તિમાં વધારો અને સરકાર દ્વારા નિર્ધારિત કાયદાઓ અને સિસ્ટમોનું પાલન કરવાને કારણે થયો છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર એપ્રિલ 2024માં GST કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયા હતું. 1 જુલાઈ 2017ના રોજ નવી ટેક્સ સિસ્ટમ લાગુ થયા પછી આ બીજો સૌથી વધારે GST કલેક્શન હતું. આ વર્ષે એપ્રિલમાં સ્થાનિક વ્યવહારોમાંથી GST કલેક્શન 10.7 ટકા વધીને 1.9 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ઈન્પોર્ટેડ સામાનોમાંથી ટેક્સ 20.8 ટકા વધીને 46,913 કરોડ રૂપિયા થઈ ગયું છે. એપ્રિલ મહિના દરમિયાન જારી કરાયેલા રિફંડની રકમ 48.3 ટકા વધીને 27,341 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષે માર્ચ દરમિયાન GST કલેક્શન ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડ રૂપિયા થયું છે. તબક્કાવાર GST કલેક્શન આ વર્ષે ફેબ્રુઆરીમાં નોંધાયેલા 1.84 લાખ કરોડ રૂપિયાના ટેક્સથી 6.8 ટકા વધારે હતો. માર્ચ મહિનામાં કુલ GST આવકમાં CGST (સેન્ટ્રલ GST)માંથી 38,100 કરોડ રૂપિયા, સ્ટેટ GSTમાંથી 49,900 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ GSTમાંથી 95,900 કરોડ રૂપિયા, કોમ્પેન્સેશન સેસમાંથી 12,300 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
તેની સરખામણીમાં ફેબ્રુઆરીમાં CGST કલેક્શન 35,204 કરોડ રૂપિયા, સ્ટેટ GST 43,704 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ GST 90,870 કરોડ રૂપિયા અને કોમ્પેન્સેશન સેસ 13,868 કરોડ રૂપિયા હતું. માર્ચ મહિનામાં GST કલેક્શનમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ ટોપના પાંચ રાજ્યોમાં સામેલ હતા. મહારાષ્ટ્રે માર્ચમાં 31,534 કરોડ રૂપિયા ચૂકવ્યા, જે ગયા વર્ષના માર્ચ કરતાં 14 ટકા વધુ છે.
કર્ણાટકમાંથી GST કલેક્શન 13,497 કરોડ રૂપિયા હતું, જે વાર્ષિક ધોરણે 4 ટકાનો વધારો દર્શાવે છે. ગુજરાતે 12,095 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું, જે માર્ચ 2024 કરતા 6 ટકાનો વધારો દર્શાવે છે. તમિલનાડુએ 11,017 કરોડ રૂપિયાનો GST ચૂકવ્યો, જે 7 ટકા વધુ છે. ઉત્તર પ્રદેશમાંથી GST કલેક્શન 9,956 કરોડ રૂપિયા રહ્યું, જે વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો દર્શાવે છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






