અમદાવાદના જગતપુરમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીનો પ્રેમી સાથેનો વાયરલ થતા ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવતી 14માં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કુદીશ તો બચી જઈશ, અહીંયાથી કુદીશ તો હાડકા પણ નહીં મળે. આ વીડિયોને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે
યુવતીએ વીડિયો વાયરલ થવાના ડરે કરી હતી આત્મહત્યા
અમદાવાદના સાણંદ તાલુકામાં રહેતી 21 વર્ષીય યુવતીએ જગતપુરમાં આવેલી બિલ્ડીંગના 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. યુવતીના પ્રેમી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો યુવતીના પ્રેમીના મોબાઇલમાં હતો જેથી યુવતી ગભરાઈ ગઈ હતી. યુવતીએ આ વીડિયો વાયરલ થવાના ડરના કારણે જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્ર સામે ગુનો નોંધીને તેના પ્રેમીની ધરપકડ પણ કરી છે.
થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા, તે સમયે બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યારબાદ પણ મૃતક યુવતીને સતત રહેતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. તે પછી યુવતીએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રમાં ભાજપમાં સૌથી મોટું ગાબડું!: ઘણા દિગ્ગજોએ 'કેસરિયા' સાથે છેડો ફાડ્યો, જાણો શું છે સ્થિતિ






