શનિદેવને નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ માનવમાં આવે છે. તેમને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર તરીકે ઓળખવામાં આવે છે. શનિ હમેશા વ્યકિતને તેના કર્મો અનુસાર ફળ આપે છે. 29 માર્ચ 2025 ના રોજ શનિદેવે મીન રાશિમાં ગોચર કર્યું. ત્યારબાદ, 13 જુલાઇ 2025 ના રોજ શનિ વક્રી થયા હતા. આનો અર્થ એ થયો કે, શનિની વક્ર ગતિ શરૂ થઈ. હવે, 28 નવેમ્બરના રોજ શનિ સીધી ભ્રમણ કરશે. આ પરિવર્તન અમુક રાશિઓના ભાગ્ય પર અસર કરશે. આનો અર્થ એ છે કે દિવાળી (20 ઓકટોબર) પછી શનિની સીધી ગતિ શરૂ થશે. જેના કારણે અમુક રાશિના જાતકોનો 'સારો સમય' શરૂ થશે. તો ચાલો આ લકી રાશિઓ વિશે જાણીએ...
વૃષભ રાશિઆવકના નવા સ્ત્રોત ખુલશે, પ્રોમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા છે. નવા વ્યવસાયિક જોડાણો અને મહત્વપૂર્ણ સોદાઓ થઈ શકે છે. તમારી કારકિર્દીમાં સફળતાની શક્યતા છે.
મિથુન રાશિનોકરી કરતાં લોકોને તેમના કામ માટે પ્રશંસા અને પ્રમોશન મળવાની શક્યતા છે, વ્યવસાયમાં નફો જોવા મળી શકે છે. અગાઉના રોકાણો પર સારું વળતર મળી શકે છે. જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે, નાણાકીય લાભની શક્યતા છે. કૌટુંબિક શાંતિ રહેશે. તમારી મહેનત રંગ લાવશે. નસીબ તમારા પક્ષમાં રહેશે. તમે નવું વાહન કે ઘર ખરીદી શકો છો.
મકર રાશિઅચાનક નાણાકીય લાભ શક્ય છે. બાકી ભંડોળ પ્રાપ્ત થવાની સંભાવના છે. વાણી સંબંધિત કર્યો નોંધપાત્ર લાભ લાવશે. વૈવાહિક સમસ્યાઓનો ઉકેલ આવશે.