Home Gujarat The Family Is In Asarams Ashram And Smugglers Stole 21 Lakh Rupees From The House

પરિવાર આસારામના આશ્રમમાં : તસ્કરોએ ઘરમાંથી 21 લાખની મત્તાની કરી ચોરી

પરિવાર આસારામના આશ્રમમાં
Published by: OBS Bureau
Last Updated: May 12, 2025, 06:38 PM IST

અમદાવાદ અમરાઇવાડીમાં રહેતા વૃદ્ધે પાડોશીનું મકાન ખરીદવા નક્કી કર્યુ હતુ. તેમાં બાનાખત પેટે રૂ. 3.80 લાખ ચૂકવ્યા હતા. પરંતુ યુવકના પિતાએ સોદો કેન્સલ કરતા વૃધ્ધે બાનાખતના નાણાં પરત માંગ્યા હતા. ત્યારે પાડોશી યુવકે નાણાં પરત ન આપીને વૃધ્ધને ધમકાવીને ઢોર માર માર્યો હતો. બાદમાં તલવાર કે ચાકુથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વૃધ્ધે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ફરિયાદ નોધાવી છે.

અમરાઇવાડીમાં આવેલા શિવાનંદનગરમાં રહેતા 65 વર્ષીય રણજીત વણઝારા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2024માં તેમણે પાડોશમાં રહેતા સુરેશ વણઝારાનું મકાન 21 લાખમાં ખરીદવા સોદો કર્યો હતો. રણજીતએ બાનાખત પેટે 3.80 લાખ પણ ચુકવી દીધા હતા. પરંતુ ત્યારબાદ સુરેશ વણઝારા મકાન આપવા તૈયાર થયા નહોતા. જેથી રણજીતએ બાનાખતના નાણાં પરત માંગ્યા હતા. સુરેશએ નાણાં પરત ન આપીને બહાના બતાવીને વાયદા કર્યા હતા. ગત 10મેએ રણજીત કામધંધે જતા હતા ત્યારે સુરેશનો પુત્ર પવન વણઝારા રસ્તામાં મળ્યો હતો. તેણે રણજીતને સાંજે પાર્લર ખાતે આવીને મકાન બાબતે વાત કરવા જણાવ્યુ હતું. જેથી રણજીત રાત્રે ત્યાં ગયા ત્યારે પવને આવેશમાં આવીને પૈસા નહિ મળે તેમ કહીને લાતો ફેંટોનો માર મારવા લાગ્યો હતો. બાદમાં હવે પૈસા માંગવા આવીશ તો તલવાર કે ચાકુથી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે રણજીતએ પવન સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now