logo-img
The Biggest Demolition In The Jungleshwar Area Of Rajkot

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન : 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર, 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 05:49 AM IST

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 23 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના ઇતિહાસમાં આ પ્રકારનું વિશાળ ઓપરેશન પહેલી વાર જોવા મળ્યું છે. ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મનપાએ સંપૂર્ણ માઇક્રો પ્લાનિંગ સાથે કાર્યવાહી શરૂ કરી હતી.

7 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો

સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો, જેથી કામગીરી સુવ્યવસ્થિત અને ઝડપી રીતે થઈ શકે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારીઓ, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની ખાસ નિમણૂક કરવામાં આવી હતી.

1026 મકાનો લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે ખાલી કરી દેવામાં આવ્યા

આ મેગા ઓપરેશન માટે 64થી વધુ JCB મશીનો, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનો, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત કુલ 260થી વધુ સાધનો કામે લગાવવામાં આવ્યા હતા. ભારે મશીનરીના ગર્જન સાથે ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે ખાલી કરી દેવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે, જે મનપાની કાર્યવાહી પહેલા જ ખાલી કરાયા હતા.

2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને તૈનાત

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત, 25 ડ્રોન કેમેરા દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું અને 30 વોકીટોકી સેટ દ્વારા અધિકારીઓ વચ્ચે સતત સંકલન જાળવાયું. મનપાની આ કાર્યવાહી શહેરમાં ગેરકાયદે દબાણો સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે અને શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

કઈ કઈ જગ્યાએ ડિમોલિશન?

એકતા કોલોની શેરી નં.4થી જંગલેશ્વર શેરી નં.2 સુધી

જંગલેશ્વર શેરી નં.2થી જંગલેશ્વર શેરી નં.22 સુધી

જંગલેશ્વર શેરી નં.22થી જંગલેશ્વર શેરી નં.29-30 સુધી

સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નં.15 સુધીનો 1500 મીટર પહોળાઈનો રસ્તો

જંગલેશ્વર શેરી નં.15થી બુદ્ધનગર શેરી નં.1

બુદ્ધનગર શેરી નં.1, જયભીમરાવ ચોકથી રાધા કૃષ્ણનગર શેરી નં.18

રાધા કૃષ્ણનગર શેરી નં.18થી (પૂજા પાર્ક) નાડોદા નગર મેઈન રોડ સુધી

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now