રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હતી. આ દરમિયાન જ્યારે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીષા પટેલ ગોંડલ પહોંચ્યા ત્યારે તેમની કાર પર હુમલો કરીને કાચ તોડી નાખ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પીન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાળા, અજીતસિંહ ઝાલા, કરણસિંહ પઢિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ, માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
અલ્પેશ કથીરિયાના સમર્થકોની કાચમાં તોડફોડ કરવા મામલે પોલીસ બની હતી ફરિયાદી અને 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગણેશ ગોંડલે અલ્પેશ કથીરિયાને શું ચેલેન્જ આપી હતી?
થોડા સમય પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. અલ્પેશ કથીરિયા પર પ્રહાર કરતા કહ્યું, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી નથી શક્તી.”





