થરાદ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદના RTI એક્ટિવિસ્ટ રસિકની હત્યાનો ભેદ ઉકેલી લેવાયો છે. મળતી માહિતી મુજબ, સરકારી આવાસમાં ચાલતા ભ્રષ્ટાચાર અને "ભૂતિયા ગ્રાહકો"ના પર્દાફાશથી બચવા માટે આ હત્યા કરાવવામાં આવી હતી. આરોપીઓએ 20 લાખ રૂપિયાની સોપારી આપી એક્ટિવિસ્ટ રસિકની હત્યા કરાવી હતી.
4 ગુનાખોરને દબોચી લેવાયા
થરાદ પોલીસે તપાસ દરમિયાન ચતુરાઈથી આચરેલા 4 ગુનાખોરને દબોચી લીધા છે અને બાકી રહેલા બે આરોપીઓ માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. આરોપીઓએ પહેલાથી જ હત્યાનો કાવતરૂ ઘડ્યું હતું અને એક્ટિવિસ્ટ રસિકને ગળે ફાંસો આપી હત્યા કરી હતી. ત્યારબાદ તેમની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી જેથી ઘટના આત્મહત્યામાં ફેરવાઈ જાય, પરંતુ પોલીસની સચોટ તપાસ અને પ્રાથમિક માહિતીના આધારે આખો ભેદ બહાર આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર RTI એક્ટિવિસ્ટોના સુરક્ષા મુદ્દે ચર્ચા ઊભી થઈ છે.
બિલ્ડરોએ 20 લાખમાં સોપારી આપી હતી
અત્રે જણાવીએ કે, અમદાવાદના બિલ્ડરોએ રસિક પરમારની હત્યા કરાવા માટે રૂપિયા 20 લાખની સોપારી આપી હતી. રસિક પરમાર દ્વારા સતત કરવામાં આવતી RTI અરજીઓ અને ત્યારબાદ પૈસા પડાવવાના મામલે કંટાળીને બિલ્ડરોએ આ સોપારી આપી હતી જો કે, કેવી રીતે કેટલાક RTI એક્ટિવિસ્ટ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે અને તેના કારણે ગંભીર પરિણામો આવી શકે છે.
Dysp એસ એમ વારોતરીયાનું નિવેદન
વાવ-થરાદના Dysp એસ એમ વારોતરીયાએ કહ્યું કે, 'કેનાલમાંથી મૃતદેહ મળ્યો ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, જે મામલે મૃતદેહની પ્રાથમિક તપાસ કરતા ગાળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જે મામલે વધુ તપાસ હાથ ધરતા હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. ત્યારે વિવિધ ટીમો બનાવી ગુનાહિત ભેદ ઉકેલામાં પોલીસને સફળતા મળી હતી. જેમાં 4 આરોપી ઝડપી લેવમાં આવ્યા છે જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે, અને વિવિધ દીશામાં તપાસ પણ ચાલી રહી છે'.






