Home Gujarat Tharad Lakhani Highway Accident Dhudabhai Patel Death

થરાદ-લાખણી હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત : બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું કરુણ મોત

Bansakantha News
Play Video
Published by: Viral Patel
Last Updated: May 19, 2026, 02:08 PM IST

Bansakantha News: વાવ- થરાદ જિલ્લાના થરાદ-લાખણી હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરણાસર ગામ નજીક બે લક્ઝુરિયસ કાર વચ્ચે સર્જાયેલી આ ભીષણ ટક્કરમાં એક જાણીતી હસ્તીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મર્સિડીઝ અને ટાટા ટીગોર વચ્ચે જોરદાર ટક્કર

મળતી માહિતી મુજબ, થરાદ-લાખણી હાઇવે પર આવેલા કરણાસર ગામની સીમમાં એક 'મર્સિડીઝ' (Mercedes) અને 'ટાટા ટીગોર' (Tata Tigor) કાર વચ્ચે કોઈ કારણોસર જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને લાખણીના અગ્રણી ધુડાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

રાજકોટમાં લાલબત્તી સમાન કિસ્સો : દીકરીઓ માટે સોશિયલ મીડિયા બન્યું ખતરો, સગીરા પર 7 નરાધમોએ માણ્યું શરીરસુખ

પરિવાર અને પંથકમાં શોકનો માહોલ

લાખણીના વતની અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરા એવા ધુડાભાઈ પટેલના અચાનક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સમગ્ર પંથકમાં અને તેમના પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. અકસ્માતની જાણ થતાં જ હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

નોંધપાત્ર છે કે, આ અકસ્માતમાં ગાડીમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ગુજરાતના આ જિલ્લામાં ઈંધણની ભારે કટોકટી! : પેટ્રોલ-ડીઝલ ખૂટી જતાં પંપો બંધ, વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, કોની ભૂલ હતી તે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now