થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સરહદ વિવાદને લઈને યુદ્ધ ચાલી રહ્યું હતું. સોમવારે બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા. ત્યારબાદ બંને દેશોએ એકબીજા પર બોમ્બમારો બંધ કરી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ પણ આ યુદ્ધ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમનો દાવો છે કે આ યુદ્ધ પણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રોકવામાં આવ્યું છે.
મલેશિયાના PMએ પણ યુદ્ધવિરામનો દાવો કર્યો
સોમવારે મલેશિયાના PM અનવર ઇબ્રાહિમે પણ બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત કરીને યુદ્ધવિરામ લાવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓ સરહદ સંઘર્ષનો અંત લાવવા માટે સંમત થયા છે. તેમણે પોતે બંને દેશોના નેતાઓ સાથે વાત કરી હતી. આ વાતચીત પછી બંને દેશોના નેતાઓ યુદ્ધવિરામ પર સંમત થયા છે અને એકબીજા પર બોમ્બમારો બંધ કર્યો છે. મલેશિયાના PMએ સોમવારે આ માહિતી શેર કરી હતી.






