જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પોસિત આતંકીઓ દ્વારા 26 નિર્દોષ પર્યટકોને તેમનો ધર્મ પૂછીપૂછીને ગોળીઓ મારી દેવામાં આવી હતી. આતંકીઓ એટલાં ક્રૂર હતા કે તેમણે ભય ફેલાવવા માટે મહિલાઓના સામે જ તેમના પતિઓને ગોળી મારીને તેમનું સિંદૂર મિટાવી દીધું. આ ઘટનાથી દેશમાં આક્રોશ હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આદેશથી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને એરસ્ટ્રાઈક ઉડાવી દીધાં. આતંકવાદ સામે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થતી સિંદૂર મિટાવનારા આતંકીઓને જ મિટાવી દીધાં. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પોતાના વતન ગુજરાત આવેલાં પીએમ મોદીએ દાહોદમાં જનસભા સંબોધતી વખતે પોતાનું દર્દ અને આક્રોશ બન્ને વ્યક્ત કર્યાં.
जब कोई हमारी बेटियों के सिंदूर को मिटाएगा, तो उसका भी मिटना तय हो जाता है। pic.twitter.com/3FxNkpaArC
— Harsh Sanghavi (@sanghaviharsh) May 26, 2025
દાહોદમાં જનસભા સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, પહેલગામ હુમલાની તસવીરો જોઇ લોહી ઉકળે છે:આતંકવાદીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો; અમે તેમના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવી દીધા. જરા વિચારો બાળકોની સામે પિતાને ગોળી મારી દીધી, આજે પણ આ તસવીરો જોઇએ છીએ ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. અમે તેમના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવી દીધા. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુંકે, ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી પણ એ દરેક ભારતીયોની ભાવનાઓ અને અભિવ્યક્તિનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 'તમે મને કહો... શું મોદી આવી સ્થિતિમાં ચૂપ રહી શકે?' જ્યારે કોઈ આપણી બહેનોના સિંદૂર મિટાવી દે છે, ત્યારે તેનો નાશ પણ નિશ્ચિત છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે મોદી સાથે મુકાબલો કેટલો મુશ્કેલ હશે. પીએમએ કહ્યું જેને કોઈ ન પૂછે એને મોદી પૂછે છે. આદિવાસીઓમાં પણ અનેક સમાજ પાછળ રહ્યા છે. મેં તેની પણ ચિંતા માથે લીધી છે. મારા આદિવાસીભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે.






