Home Gujarat Ahmedabad Ambalal Patels Shocking Prediction Pre Monsoon Activity Heavy Rain With Hail

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી : ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ, હવે આ તારીખથી કરા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ

Pre-monsoon activity Ambalal Patels prediction
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 07, 2026, 10:04 AM IST

Ambalal Patels prediction: ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની મહત્વની આગાહી કરી છે. ઉત્તર ભારતના ભાગોમાં વાદળોનો જમાવડો થઈ રહ્યો છે, જેની સીધી અસર હવે ગુજરાત પર જોવા મળશે. ખાસ કરીને બનાસકાંઠા સહિતના સરહદી વિસ્તારોમાં અત્યારથી જ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે 7 એપ્રિલના રોજ બપોર પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે, જે ઉનાળાની આકરી ગરમી વચ્ચે લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે.

પવનની ગતિમાં વધારો અને કરા પડવાની શક્યતા

આગામી કલાકોમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનનો જોર વધુ રહેશે. આ સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ કરા પડવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને ગાજવીજ સાથે થતો આ વરસાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી કે કાળઝાળ ગરમી? : જાણો આગામી 24 કલાકમાં કેવું રહેશે શહેરનું હવામાન

કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?

  • અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અલગ-અલગ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે અંદાજે 10 mm જેટલો હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ હળવા વરસાદી ઝાપટાં ઉનાળાની ગરમીમાં આંશિક રાહત આપશે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારી શકે છે.

  • રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર ગણતા અમદાવાદ શહેરમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે. આ બંને મહાનગરોના છૂટાછવાયા વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે. પવનની ગતિ વધુ હોવાને કારણે ધૂળની ડમરીઓ ઉડવા સાથે આકાશ વાદળછાયું રહેશે, જે બપોર બાદ તાપમાનમાં ઘટાડો કરી શકે છે.

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં મોટો ફેરફાર આવવાના સંકેતો છે. આ બંને પ્રાંતોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લીધે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધુ રહેવાની શક્યતા છે, જેને પગલે માછીમારો અને સ્થાનિક રહેવાસીઓને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

  • સૌથી વધુ અસર પામનાર વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. રાજ્યના કેટલાક વિશિષ્ટ ભાગોમાં ગાજવીજ અને કરા સાથે અડધો ઇંચ વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ વરસાદને કારણે સ્થાનિક સ્તરે ઠંડક તો પ્રસરાવશે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: એપ્રિલમાં વરસાદ કેમ પડે છે? : કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડવા પાછળ હવામાન વિભાગે જણાવ્યું આ મોટું કારણ

ખેડૂતો માટે સાવચેતીની ચેતવણી

અચાનક બદલાતા આ વાતાવરણને લઈને અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને જે ખેડૂતોએ ડુંગળીનો પાક પકવ્યો છે, તેમણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખુલ્લામાં રાખેલો પાક પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે. કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતાને જોતા રવિ પાકની લણણી કરી રહેલા ખેડૂતો માટે આ આગાહી ચિંતાનો વિષય બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now