Home Gujarat Terror Of Usurers In Sagavadar Botad

બોટાદના સાગાવદરમાં વ્યાજખોરોનો આતંક : પૈસા માટે લોખંડની પાઈપ મારી, યુવક ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના સાગાવદરમાં વ્યાજખોરોનો આતંક
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 07:25 AM IST

Botad Crime News : બોટાદ જિલ્લાના સાંગાવદર ગામમાં વ્યાજખોરીને લઈને એક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. સાંગાવદર ગામના અનિલભાઈ ધનજીભાઈ લોરીયાને વ્યાજની રકમ ન ચુકવવાના મુદ્દે પાંચ જેટલા શખ્સોએ લોખંડની પાઈપથી નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

રૂપિયા-વ્યાજનો મામલો

આ હુમલામાં અનિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા પહેલા તેમને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ફરીયાદ મુજબ, ઇજાગ્રસ્ત અનિલભાઈએ તેમના જ ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા પાસેથી આશરે બે વર્ષ પહેલા દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી

અનિલભાઈ રૂપિયા કે જેનું વ્યાજ પરત ન આપી શકતા આ બાબતે જયુભાઈ ગોવાળીયા સહિત પાંચ શખ્સોએ મળીને તેમને લોખંડના પાઈપથી માર માર્યો હોવાનું આરોપમાં જણાવાયું છે. આ ઘટનાને લઈને અનિલભાઈની ફરિયાદના આધારે બોટાદ રૂરલ પોલીસે જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા તેમજ ચાર અજાણ્યા શખ્સો સામે કલમ 117(2), 115(1), 189(2), 191(2), 191(3), 190, 351(3), 352, 296(B), 33(3) અને 42(D) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં ચકચાર અને ભયનો માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now