Home International Terror Of Ebola Virus 65 Patients Live Long In Congo Tension Increases As It Spreads Through Breathing

દુનિયા પર નવો ખતરો : ઈબોલા વાયરસનો આતંક, કોંગોમાં 65 દર્દીઓના મોતથી હાહાકાર, શ્વાસ વાટે ફેલાતા વધ્યું ટેન્શન

Ebola virus
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: May 16, 2026, 04:30 AM IST

Ebola virus: કોરોના જેવી વૈશ્વિક મહામારીના ડરમાંથી માંડ બહાર આવેલા વિશ્વ માટે ફરી એકવાર અત્યંત ચિંતાજનક અને ડરામણા સમાચાર સામે આવ્યા છે. દુનિયાના સૌથી ખતરનાક અને જીવલેણ વાયરસ પૈકીના એક એવા 'ઈબોલા વાયરસ' (Ebola Virus) એ ફરી એકવાર આફ્રિકન દેશ કોંગોમાં કાળોકેર વર્તાવવાનું શરૂ કર્યું છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) માં ઈબોલાના નવા આઉટબ્રેકને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 65 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય સંસ્થાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. આરોગ્ય વિભાગના સત્તાવાર અહેવાલો અનુસાર, કોંગોમાં અત્યાર સુધીમાં ઈબોલાના 246 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે અને સેંકડો લોકો તેની ઝપેટમાં હોવાની આશંકા છે. હાલમાં 100 થી વધુ સંદિગ્ધ દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તાજેતરમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા 20 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વાયરસનો સંક્રમણ દર (Infection Rate) અત્યંત ઝડપી છે.

શા માટે આ વાયરસ સૌથી ખતરનાક? મૃત્યુ દર 90 ટકા જેટલો ઊંચો!

વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓના મતે ઈબોલા પૃથ્વી પરનો સૌથી ઘાતક વાયરસ છે, કારણ કે આ રોગમાં સપડાયેલા દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ બચી શકતા નથી અને મોતને ભેટે છે. આ વાયરસ સીધો શરીરના આંતરિક અંગો અને રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે.

સંક્રમણ થયા બાદ દર્દીના શરીરમાં નીચે મુજબના ભયાનક લક્ષણો જોવા મળે છે:

  • અતિશય થાક લાગવો અને તીવ્ર તાવ આવવો.

  • અસહ્ય માથાનો દુખાવો શરૂ થવો.

  • ગંભીર કિસ્સાઓમાં દર્દીને સતત ડાયેરિયા (ઝાડા-ઊલટી) થવા અને શરીરના આંતરિક તેમજ બાહ્ય અંગોમાંથી લોહી વહેવા લાગવું.

પ્રશાંત મહાસાગરમાંથી આવી રહી છે 'આફત': ભારતના આ શહેર પર તોળાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! જાણો શું થશે અસર?

માત્ર 3 દિવસમાં મોત:

જો ઈબોલાથી સંક્રમિત દર્દીને સમયસર અને તાત્કાલિક યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ ન મળે, તો આ વાયરસ માત્ર 3 દિવસની અંદર જ દર્દીનો જીવ લઈ શકે છે.

સ્પર્શ અને શ્વાસ દ્વારા પણ ફેલાય છે આ ચેપ, ખાંસી-છીંકથી મોટો ખતરો આ વાયરસ 'ઓર્થોબોલા વાયરસ' (Orthobola) જૂથનો હોવાથી તે અત્યંત ચેપી છે. સામાન્ય રીતે અન્ય વાયરસો લોહી અથવા શારીરિક પ્રવાહીથી ફેલાતા હોય છે, પરંતુ ઈબોલાનો આ નવો પ્રકોપ વધુ ચિંતાજનક છે કારણ કે તે માત્ર શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે.

આ રોગચાળો ફેલાવાના મુખ્ય કારણો:

1. સંક્રમિત દર્દીને સ્પર્શ કરવાથી અથવા તેની આજુબાજુ રહેવાથી પણ આ ચેપ સેકન્ડોમાં બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે.

2. દર્દીની છીંક અથવા ખાંસી દ્વારા હવામાં ઉડતા ડ્રોપલેટ્સથી અન્ય લોકો પણ શ્વાસ વાટે સંક્રમિત થઈ જાય છે.

3. મનુષ્યના શરીર પર નાનો-મોટો કોઈ ઘા વાગેલો હોય, તો તે ખુલ્લા ઘાના માધ્યમથી પણ આ વાયરસના જંતુઓ શરીરમાં ઘૂસી જાય છે.

4. આ વાયરસ માત્ર માણસો પૂરતો મર્યાદિત નથી, તે પશુઓમાં પણ એટલી જ ઝડપથી ફેલાય છે. સંક્રમિત પશુઓનું માંસ ખાવાથી કે તેમના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં આ રોગ ફેલાય છે.

લક્ઝરી ક્રૂઝ શિપ પર જોવા મળેલા હંટા વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન નથી: જાણો કોવિડ-19 કરતા કેટલો અલગ અને ખતરનાક છે આ વાયરસ, કેવી રીતે થશે ઈલાજ?

કોંગોમાં અગાઉ ઈબોલાએ મચાવી હતી તબાહી

કોંગો માટે ઈબોલાનો આ પ્રકોપ નવો નથી. આ પૂર્વે વર્ષ 2018 થી 2020 દરમિયાન કોંગોમાં જ્યારે ઈબોલા ફાટી નીકળ્યો હતો, ત્યારે તે આઉટબ્રેકમાં 3,000 થી વધુ લોકોના સત્તાવાર મોત થયા હતા (જ્યારે કુલ સંક્રમિતો અને અગાઉના આંકડા મુજબ આ આફ્રિકન દેશમાં ભારે તબાહી મચી હતી). આ સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ ઈબોલાના કારણે 2 હજારથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં કોંગો સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ જાહેર કરી છે જેથી આ વાયરસને દેશના અન્ય ભાગો અને સરહદ પાર જતા રોકી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now