વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં એક ગંભીર ઘટના ઘટી હતી. ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ સી.એચ. આસોદરા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર થયા હતા, ત્યારે તેમની અને અમદાવાદના વકીલ શેખ મહમદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વાતચીત દરમિયાન પરિસ્થિતિ એટલી વધુ ઉગ્ર બની કે વકીલ દ્વારા પીઆઈ સામે બે લાફા મારવાનો આક્ષેપ મૂકાયો છે.
આ ઘટનાએ વડોદરા વકીલવૃંદમાં ભારે ઉગ્રતા સર્જી છે. વકીલ મંડળે આ ઘટનાની ઘોર નિંદા કરતાં તાત્કાલિક પીઆઈ સી.એચ. આસોદરાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો પગલા નહીં લેવામાં આવે તો વકીલો ઉગ્ર આંદોલન કરશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ચાર પોલીસ સ્ટેશનોના પીઆઈ તથા એક ACP સહિતનો દળ કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો અને મામલાને શમાવવા પ્રયત્ન કર્યો હતો. હાલ આખો મામલો અકોટા પોલીસ સ્ટેશન સુધી જવા પામ્યો છે અને કાર્યવાહી પ્રગતિ પથ પર છે.
કોર્ટ પરિસરમાં એક સમયે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓ દ્વારા જણાયું છે.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી: 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?





