Home Gujarat Tensio Flare Up Again Over Smart Meters Four People Attack Employee

સ્માર્ટ મીટર અંગે ફરી તણાવ : કર્મચારી પર ચાર લોકોએ કર્યો હુમલો

સ્માર્ટ મીટર અંગે ફરી તણાવ
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 08:29 AM IST

સુરત શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાના કામ દરમિયાન ફરી એક વાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. સુરતના કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા એક ખાનગી કંપનીના કર્મચારી પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે એક મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ડીજીવીસીએલ (DGVCL) અને અલેથીયા નામની ખાનગી કંપની દ્વારા શહેરભરમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમ છતાં, સ્માર્ટ મીટર સંબંધિત અનેક ભૂલભ્રમ અને ભ્રાંતિઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. જેના પગલે આવી હિંસક ઘટનાઓ વારંવાર સર્જાઈ રહી છે.




આ નવીનતમ ઘટનામાં અલેથીયા કંપનીનો કર્મચારી કોસાડ વિસ્તારમાં મીટર લગાવવા ગયો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેની સાથે તંત્રસાથે અવાજ ઉઠાવ્યો અને બાદમાં મારામારી કરી હતી. હુમલામાં કર્મચારીને ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે.

આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને એક મહિલા સહિત ચાર શખ્સોને અટકાયત કરી તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા નજરમાં રાખીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતી વધારવામાં આવી છે.

સુરત શહેરમાં સ્માર્ટ મીટર અંગે લોકોને જાગૃત કરવા માટે હવે તંત્રે વધુ માહિતીપ્રદ અભિયાન ચલાવવાની તૈયારી બતાવી છે જેથી લોકોમાં ભ્રમ દૂર થાય અને આવા વિવાદો ટાળી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now