Home Gujarat Ten Bjp Leaders From Rawal Municipality Joined Congress

''હું છેલ્લા 12 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો પણ...'' : રાવલ નગરપાલિકાના ભાજપના દસ અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

''હું છેલ્લા 12 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો પણ...''
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 12:44 PM IST

દેવભૂમિ દ્વારકામાં રાવલ નગરપાલિકામાં ભાજપના દસ જેટલા મોટા માથાઓએ કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની રાવલ નગરપાલિકા સામેની લડતની અસરના પગલે જોડાયાની વાત કરાઈ છે.


ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો

ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાનો આક્ષેપ કરી ભાજપમાંથી કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ સમયે કોંગ્રેસ નેતા પૂંજ વંશ અને ઋત્વિક મકવાણા તેમજ પાલ આંબલિયા હાજર રહ્યાં હતા


આ ભાજપ અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

પૂર્વ નગરપાલિકા પ્રમુખ વાલા પરમાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાણાભાઈ ગામી, તેમજ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ, ભાજપ SC મોરચો શહેર પ્રમુખ સંજયભાઈ મકવાણા, ભાજપ યુવા મોરચા પ્રમુખ દિનેશભાઇ જાદવ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. મોહનભાઇ વાઘેલા, ડાયાભાઈ બારીયા, રામસીભાઈ જાદવ, ઘેલાભાઈ ગામી, મોહનભાઇ જાદવ સહિતના તમામ આગેવાનો પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.


''હું છેલ્લા 12 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો''

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનાર સંજય મકવાણાએ કહ્યું કે, ''હું છેલ્લા 12 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો, હું અનુસુચિત મોરચાનો પ્રમુખ હતો. મારી ગ્રાન્ટો અન્ય જગ્યાએ વપરાઈ છે, ત્રણ મહિનાથી અગાઉ આ મુદ્દે લડત લડીએ છીએ પરંતુ એનો કોઈ નિકાલ થયો નહી ત્યારબાદ અમે પાલભાઈને મળ્યા અને અમને આશા જાગી કે, અમારા કામ થશે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now