logo-img
Team India Suffered A Big Blow A Day Before The T20 World Cup

T20 વર્લ્ડ કપના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો! : સ્ટાર ઓલરાઉન્ડર થયો ટુર્નામેન્ટમાંથી બહાર, જાણો કારણ

T20 વર્લ્ડ કપના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો!
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 11:58 AM IST

T20 World Cup : 2026 ના T20 વર્લ્ડ કપ શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે આ ગ્લોબલ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 2026 નો T20 વર્લ્ડ કપ આવતીકાલે, 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટના પહેલા દિવસે કુલ ત્રણ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા પણ 7 ફેબ્રુઆરી, શનિવારના રોજ ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ રમશે. શનિવારે T20 વર્લ્ડ કપમાં ભારતની મેચ USA સામે થશે. જોકે, હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

હર્ષિત રાણાને ઈજા ક્યારે થઈ?

તમારી માહિતી માટે, હર્ષિત રાણા 4 ફેબ્રુઆરીના રોજ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારપછી 5 ફેબ્રુઆરીના રોજ તેને ક્લિનિકમાં મોકલવામાં આવ્યા હતો. તપાસમાં તેના ઘૂંટણમાં સોજો જોવા મળ્યો, જેના કારણે તેની મૂવમેન્ટ મર્યાદિત થઈ ગઈ છે. હર્ષિત રાણાએ પણ ગંભીર દુખાવાની ફરિયાદ કરી. આ પછી, જ્યારે સ્કેન કરવામાં આવ્યું, ત્યારે Lateral Meniscus એટલે કે, ઘૂંટણના બાહ્ય ભાગમાં ઈજા જોવા મળી. પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડૉ. દિનશા પારડીવાલાની સલાહને અનુસરીને, હર્ષિત રાણાને સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી. તબીબી ટીમે તારણ કાઢ્યું કે, સર્જરી વગર સ્વસ્થ થવું અશક્ય છે.

T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, ઇશાન કિશન (વિકેટકીપર), હર્ષિત રાણા (આઉટ).

હર્ષિત રાણાના બદલે ટીમમાં આ ફાસ્ટ બોલરની થઈ એન્ટ્રી!

રિપોર્ટ્સ અનુસાર, મોહમ્મદ સિરાજ T20 વર્લ્ડ કપ ટીમમાં હર્ષિત રાણાનું સ્થાન લઈ શકે છે. જોકે, હર્ષિત રાણાના સ્થાને હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, રિપોર્ટ્સ સૂચવે છે કે, ભારતની 15 સભ્યોની ટીમમાં હર્ષિત રાણાના સ્થાને મોહમ્મદ સિરાજને રિપ્લેસ કરવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now