Home Gujarat Teacher Who Ran Away With Student Caught 2200 Km Journey In Five Days

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે ઈલુ ઈલુ? : વિદ્યાર્થી સાથે પાંચ દિવસે ઝડપાઈ શિક્ષિકા, અનેક ચોંકાવનારા ખુલાસા

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે ઈલુ ઈલુ?
Published by: OBS Bureau
Last Updated: May 01, 2025, 07:41 AM IST

સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક શિક્ષિકા પોતાના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હતી.આ શિક્ષિકાનુ ઉંમર 23 વર્ષ અને વિદ્યાર્થીની ઉંમર માત્ર 11 વર્ષ. મહત્વની વાત એ છે કે પોલીસે બંનેને શોધી કાઢ્યા છે. 25 એપ્રિલથી ગુમ હતા અને હવે પાંચ દિવસ પછી બંનેને રાજસ્થાન બોર્ડર પાસે ખાનગી બસમાંથી સુરત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા. પોલીસે જણાવ્યા પ્રમાણે, આ સમયમાં બંનેએ સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન સુધી લગભગ 2200 કિમીની મુસાફરી કરી હતી.

જાણકારીઓ મુજબ, વિદ્યાર્થી અને શિક્ષિકા દ્વારા બે હોટલોમાં રોકાણ કરવામાં આવ્યું હતું અને મુંબઈલ નંબર બદલવાથી લઈ નવું સિમકાર્ડ, કપડાં, ટ્રોલીબેગ ખરીદવાનું સહિતના પગલાંથી સ્પષ્ટ થાય છે કે આ બધું પૂર્વનિયોજિત હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, શિક્ષિકા માનસી નાઈએ પુછપરછમાં બાળક સાથે શારીરિક સંબંધ હોવાની કબૂલાત આપી છે. મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે અને બાળકને સુરક્ષિતપણે તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. શિક્ષિકા સામે પોકસો ઍક્ટ અને BNS કલમ 127 હેઠળ ગુનો નોંધાયો છે.



શિક્ષિકા છેલ્લા બે વર્ષથી કોન્ટ્રેક્ટ આધારે શિક્ષણ આપતી હતી અને તાજેતરમાં તેનો કોન્ટ્રેક્ટ પૂરું થયો હતો. બાળક છેલ્લા ત્રણ વર્ષથી તેની પાસે ટ્યુશન લેતો હતો, જેના કારણે બંને વચ્ચે નજીકતા વધતી ગઈ હતી. પૂછપરછમાં બંનેએ પરિવારના દબાણથી કંટાળીને શહેર છોડ્યાનું કહ્યું છે.

હવે પોલીસે બંનેના મોબાઇલ ડેટા, મુસાફરીના સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now