Home Automobile Tata Sierra Ev Launch India June 30 2026 Range Price Features

Tataની આઇકોનિક Sierra SUVનો નવો ઇલેક્ટ્રિક અવતાર : 600 કિમી રેન્જ, AWD અને પ્રીમિયમ ફીચર્સ સાથે આવતીકાલે લોન્ચ થશે લોન્ચ

Tata Sierra EV
Image Credit: Tata Motors
Published by: Aryan Shah
Last Updated: Jun 29, 2026, 08:50 AM IST

Tata Sierra EV : ટાટા મોટર્સ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. કંપની તેની આઇકોનિક બ્રાન્ડ 'Sierra' ને સંપૂર્ણપણે નવા ઇલેક્ટ્રિક અવતારમાં આવતીકાલે એટલે કે 30 જૂન, 2026ના રોજ સત્તાવાર રીતે લોન્ચ કરશે. ગ્રાહકો લાંબા સમયથી આ પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUVની રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં કંપની દ્વારા જાહેર કરાયેલા ટીઝર અને વીડિયોથી આ કારના શાનદાર લુક અને પાવરફુલ પરફોર્મન્સની વિગતો સામે આવી છે, જે ઓટો સેક્ટરમાં ભારે ચર્ચા જગાવી રહી છે. આ કાર માત્ર એક ફેમિલી SUV નથી પરંતુ તે પોતાના સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે તૈયાર છે.

આકર્ષક અને આધુનિક ડિઝાઇન

ડિઝાઇનની વાત કરીએ તો, Tata Sierra EV તેના રેગ્યુલર પેટ્રોલ-ડીઝલ (ICE) મોડલ કરતાં ઘણી અલગ અને વધુ પ્રભાવશાળી દેખાય છે. કારના આગળના ભાગમાં નવી જનરેશનની બંધ ગ્રિલ (Closed-off grille) અને નવું આકર્ષક બમ્પર આપવામાં આવ્યું છે. આ સિવાય, તેમાં જૂની આઇબ્રો-સ્ટાઇલ પેટર્નને બદલે આધુનિક કનેક્ટેડ LED DRLs આપવામાં આવ્યા છે, જે તેને ખૂબ જ શાનદાર અને ફ્યુચરિસ્ટિક લુક આપે છે. કારની પાછળના ભાગમાં પણ કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ અને નવો 'EV' બેજ લગાવવામાં આવ્યો છે, જે ભીડમાં પણ આ કારને ઇલેક્ટ્રિક હોવાની ખાસ ઓળખ આપશે.

આ પણ ખાસ વાંચો : Tata Punch હવે બનશે વધુ રગ્ડ! : રૂફ કેરિયર, બોલ્ડ ડિઝાઇન અને ટર્બો એન્જિન સાથે માઇક્રો SUV સેગમેન્ટમાં નવો ધમાકો

પાવરફુલ પરફોર્મન્સ અને બૂસ્ટ મોડ

Tata Sierra EVની સૌથી મોટી ખાસિયત તેનું દમદાર પાવરફુલ પરફોર્મન્સ છે. આ કારના ટોચના વેરિઅન્ટમાં 300hpનો પીક પાવર અને 500Nmનો જબરદસ્ત ટોર્ક મળશે. આ શક્તિશાળી ક્ષમતાના કારણે તે ₹30 લાખથી ઓછી કિંમતની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક SUVમાં સામેલ થઈ જશે. હાઇવે પર સરળતાથી અને ઝડપથી ઓવરટેક કરવા માટે કંપનીએ આમાં ખાસ 'Boost Mode' આપ્યો છે, જે જરૂરિયાત મુજબ થોડા સમય માટે કારને વધારાનો પાવર આપશે અને સ્પીડ ઝડપથી વધારવામાં મદદ કરશે.

ઓલ-વ્હીલ ડ્રાઇવ અને ટેરેન મોડ્સ

આ નવી ઇલેક્ટ્રિક SUV માં ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર સેટઅપ જોવા મળશે. આ બંને મોટર્સ ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમને સપોર્ટ કરશે, જેનાથી રસ્તા પર કારની રોડ ગ્રિપ ખૂબ જ મજબૂત અને સેફ બનશે. ભલે રસ્તા ગમે તેવા ખરાબ હોય, પહાડી વિસ્તાર હોય કે પછી હળવું ઓફ-રોડિંગ કરવાનું હોય, આ કાર દરેક પરિસ્થિતિમાં ડ્રાઇવિંગને અત્યંત સરળ અને સુરક્ષિત બનાવશે. આ ઉપરાંત, ડ્રાઇવર હવામાન અને રસ્તાની સ્થિતિ મુજબ કારના પરફોર્મન્સને બદલી શકે તે માટે વિવિધ ડ્રાઇવ અને ટેરેન મોડ્સ પણ આપવામાં આવ્યા છે.

આ પણ ખાસ વાંચો : નવી ગાડી લેવાનો પ્લાન છે? આગામી આ 3 શુભ દિવસ ચૂકતા નહીં : કાર કે બાઈક ખરીદતા પહેલાં જાણી લો આખા અઠવાડિયાના શુભ મુહૂર્ત

પ્રીમિયમ અને લક્ઝુરિયસ કેબિન

કારની અંદર પ્રવેશીતા જ મુસાફરોને એક લક્ઝુરિયસ અનુભવ થશે. Tata Sierra EVનું કેબિન ગ્રે અને બ્લેક કલરના પ્રીમિયમ કોમ્બિનેશન સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આમાં સૌથી આકર્ષક બાબત તેનો ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ છે, જેમાં ડ્રાઇવર ડિસ્પ્લે, મોટું ઇન્ફોટેનમેન્ટ યુનિટ અને આસપાસ બેસનાર પેસેન્જર માટે અલગ સ્ક્રીન સામેલ હશે. કેબિનના લુકને વધુ રિચ બનાવવા માટે પેનોરેમિક સનરૂફ, હેડ-અપ ડિસ્પ્લે (HUD), ડોલ્બી એટમોસ સાથે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર અને મેમરી ફંક્શનવાળી પાવર્ડ સીટો આપવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અંદર ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ સામગ્રી (Sustainable Material) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટોપ-ક્લાસ સુરક્ષા અને સેફ્ટી ફીચર્સ

ટાટા મોટર્સ હંમેશાં પોતાની કારોની સેફ્ટી માટે જાણીતી છે, અને આ કારમાં પણ 5-સ્ટાર ક્રેશ ટેસ્ટ રેટિંગની પૂરેપૂરી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સુરક્ષા માટે આ કારમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), EBD સાથે ABS, 360-ડિગ્રી કેમેરા અને એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવી અત્યાધુનિક સુવિધાઓ મળશે. આ સિવાય બ્રેક ડિસ્ક વાઇપિંગ અને ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક જેવા પ્રીમિયમ ફીચર્સ પણ લોન્ચ સમયે જાહેર કરવામાં આવશે જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે.

આ પણ ખાસ વાંચો : V8 ગાડીઓ જ્યાં હાંફી ગઈ, ત્યાં દોડી Tata Sierra EV! : 50 ડિગ્રી તાપમાન વચ્ચે લીવા રણમાં Tataની નવી SUVની થઈ 'અગ્નિપરીક્ષા'

દમદાર બેટરી અને શાનદાર રેન્જ

લાંબી મુસાફરી કરનારા ગ્રાહકો માટે આ કાર એક બેસ્ટ ઓપ્શન સાબિત થશે. એવી અપેક્ષા છે કે કંપની આમાં 65kWh અને 75kWhના બે પાવરફુલ બેટરી પેક ઓપ્શન આપશે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ કાર 600 કિમીથી વધુની શાનદાર રેન્જ આપશે, જે તેની વાસ્તવિક દુનિયાની રેન્જ Harrier EV કરતાં પણ વધુ સારી હોવાનું માનવામાં આવે છે. અબુ ધાબીના પ્રખ્યાત તાલ મોરેબ રેતીના ટેકરા પર સફળતાપૂર્વક ચઢનારી આ પહેલી ભારતીય ઇલેક્ટ્રિક SUV છે, જે તેની પાવર ક્ષમતા સાબિત કરે છે.

અપેક્ષિત કિંમત અને માર્કેટ પોઝિશન

ભારતીય બજારમાં ટાટા મોટર્સ આ કારને Nexon EV અને Harrier EVની વચ્ચે પ્લેસ કરશે. Nexon EVની શરૂઆતની કિંમત ₹12.49 લાખ અને Harrier EVની અપેક્ષિત શરૂઆતની કિંમત ₹21.49 લાખની આસપાસ છે. તેવામાં ઓટો એક્સપર્ટ્સ માની રહ્યા છે કે, નવી Tata Sierra EVની શરૂઆતની કિંમત ₹17.50 લાખની આસપાસ હોઈ શકે છે. આ કિંમતે તે પ્રીમિયમ ફીચર્સ અને લાંબી રેન્જ શોધતા ગ્રાહકો માટે બેસ્ટ ચોઇસ બનશે અને માર્કેટમાં Mahindra BE6, Hyundai Creta EV અને Vinfast VF6 જેવી કારોને જોરદાર ટક્કર આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now