Home Automobile Which Ev Car Has More Range Among Punch Nexon Windsor And Xuv3xo

પંચ, નેક્સોન, વિન્ડસર અને XUV3XO માંથી કઈ EV કારની રેન્જ વધુ? : કિંમતથી લઈને પ્રીમિયમ ફીચર્સ સુધીની માહિતી જાણો

પંચ, નેક્સોન, વિન્ડસર અને XUV3XO માંથી કઈ EV કારની રેન્જ વધુ?
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 01:06 PM IST

Tata Punch EV Rivals : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ટાટા મોટર્સે હાલમાં તેની લોકપ્રિય માઇક્રો SUV, 'Tata Punch EV' નું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરીને માર્કેટમાં નવી હલચલ મચાવી દીધી છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવેલી આ કારમાં કિંમત અને ટેકનોલોજીનું શાનદાર કોમ્બિનેશન જોવા મળે છે. જાણો પંચ EV તેના અન્ય કોમ્પિટિટર્સ જેમ કે MG વિન્ડસર, નેક્સોન EV અને મહિન્દ્રા XUV3XO EV વિશેની માહિતી.

Tata Punch EV : બજેટમાં પ્રીમિયમ અનુભવ

Tata Punch EV ની સામાન્ય એક્સ-શોરૂમ કિંમત 9.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ કંપનીએ આ વખતે 'બેટરી-એઝ-એ-સર્વિસ' (BaaS) નામનો નવો ઓપ્શન આપ્યો છે, જેના કારણે આ કારની એન્ટ્રી કિંમત ઘટીને માત્ર 6.49 લાખ રૂપિયા થઈ જાય છે. આ સ્કીમમાં ગ્રાહકે બેટરીનું ભાડું પ્રતિ કિલોમીટર 2.6 રૂપિયા લેખે ચૂકવવાનું રહેશે. તે 468 કિમી સુધીની શાનદાર રેન્જ આપે છે.

Citroen EC3 : શહેર માટે પ્રેક્ટિકલ પસંદગી

Citroen EC3 એ પંચ EV ની સૌથી નજીકની હરીફ માનવામાં આવે છે. તેની કિંમત 12.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં 29.2 kWh ની બેટરી આપવામાં આવી છે જે સિંગલ ચાર્જ પર 320 કિમીની રેન્જ આપે છે. જે લોકો મુખ્યત્વે શહેરમાં જ ગાડી ચલાવવા માંગે છે તેમના માટે આ એક સારો ઓપ્શન છે.

Tata Nexon EV : વધુ જગ્યા અને વધુ પાવર

જો તમે પંચ EV કરતાં થોડી મોટી અને શક્તિશાળી કાર શોધી રહ્યા છો, તો Tata Nexon EV બેસ્ટ છે. તેની કિંમત 12.49 લાખથી 17.49 લાખ રૂપિયાની વચ્ચે છે. તે 489 કિમીની રેન્જ સાથે આવે છે અને તેમાં 148bhp ની પાવરફૂલ મોટર આપવામાં આવી છે.

MG Windsor EV : ફીચર્સનો ખજાનો

MG વિન્ડસર EV તેની પ્રીમિયમ ફીચર્સ માટે જાણીતી છે. આ કાર પણ BaaS મોડેલ હેઠળ ઉપલબ્ધ છે, જ્યાં તેની કિંમત 9.99 લાખથી શરૂ થાય છે. જોકે, કારની ખરેખર કિંમત 14 થી 18.5 લાખ રૂપિયાની આસપાસ રહેશે. તે 332 થી 449 કિમીની રેન્જ ઓફર કરે છે.

Mahindra XUV3XO EV : પાવરફુલ પરફોર્મન્સ

મહિન્દ્રાની આ નવી ઇલેક્ટ્રિક કાર 13.89 લાખ રૂપિયામાં મળે છે. તેમાં 39.4 kWh ની મોટી બેટરી છે, જોકે તેની રેન્જ 285 કિમી સુધી મર્યાદિત છે. આ કાર એવા લોકો માટે છે જેમને કેબિનમાં વધુ જગ્યા અને મજબૂત બનાવટ જોઈએ છે.

કિંમત અને બેટરીની સરખામણી (Comparison Table)

મોડલ

BaaS કિંમત (લાખ ₹)

બેટરી ભાડું

સામાન્ય કિંમત (લાખ ₹)

બેટરી (kWh)

રેન્જ (કિમી, ARAI)

ટાટા પંચ EV

6.49

₹2.6/કિમી

9.69 - 14.44

30-40

468 સુધી

MG વિન્ડસર EV

9.99 - 13.99

₹3.9-4.5/કિમી

14 - 18.5

38-52.9

332 - 449

સિટ્રોએન eC3

-

-

12.90 - 13.41

29.2

320

ટાટા નેક્સોન EV

-

-

12.49 - 17.49

30-45

489 સુધી

મહિન્દ્રા XUV3XO EV

-

-

13.89

39.4

285 સુધી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now