Home Automobile Tata Harrier Ev Qwd Gets New Fearless Trim Know About Price Range Performance And Features

Tata Harrier EV નું નવું Fearless+ QWD વેરિઅન્ટ થયું લોન્ચ! : જાણો કિંમત, પાવરફુલ પરફોર્મન્સ અને પ્રીમિયમ ફીચર્સ વિશેની માહિતી

Tata Harrier EV નું નવું Fearless+ QWD વેરિઅન્ટ થયું લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 10:38 AM IST

Tata Harrier EV : ટાટા મોટર્સે પોતાની લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV Harrier EV ના લાઇનઅપમાં એક મહત્વનો ઉમેરો કર્યો છે. કંપનીએ નવું 'Fearless+QWD' વેરિઅન્ટ રજૂ કર્યું છે, જે ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે, જેઓ ઓછી કિંમતમાં ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) પાવર મેળવવા માંગે છે. આ નવા વેરિઅન્ટના લોન્ચિંગ સાથે હેરિયર EV હવે માર્કેટમાં વધુ આકર્ષક બની ગઈ છે.

કિંમતમાં મોટો ઘટાડો

નવા Fearless+QWD વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 26.49 લાખ રાખવામાં આવી છે. અગાઉ, ઓલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ માત્ર ટોપ-એન્ડ 'એમ્પાવર્ડ' વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ હતી, જેની કિંમત રૂ. 28.99 લાખ હતી. આમ, Tata એ QWD સિસ્ટમની એન્ટ્રી પ્રાઇસમાં રૂ. 2.50 લાખનો મોટો ઘટાડો કર્યો છે, જેનાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે.

પાવરફુલ એન્જિન અને પરફોર્મન્સ

આ SUV માં 75 kWh નું મોટું બેટરી પેક આપવામાં આવ્યું છે. તેની QWD સિસ્ટમમાં બે મોટર્સ છે, જે મળીને 313hp નો પાવર અને 504Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટાટાનો દાવો છે કે આ કાર એકવાર ફૂલ ચાર્જ કરવા પર 622 કિમીની (MIDC) રેન્જ આપશે. સ્પીડની વાત કરીએ તો, આ કાર માત્ર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

દરેક રસ્તા માટે તૈયાર

હેરિયર EV Fearless+QWD માં અલગ-અલગ રસ્તાઓ માટે 6 ટેરેન મોડ્સ આપવામાં આવ્યા છે, જેમાં નોર્મલ, સ્નો/ગ્રાસ, મડ-રટ્સ, સેન્ડ, રોક ક્રોલ અને કસ્ટમનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં ઓફ-રોડ આસિસ્ટ અને બૂસ્ટ મોડ જેવી સુવિધાઓ પણ છે, જે તેને મુશ્કેલ રસ્તાઓ પર ચલાવવામાં સરળ બનાવે છે.

મોડર્ન ફીચર્સ અને સેફટી

આ વેરિઅન્ટમાં 540-ડિગ્રી કેમેરા, ડેશકેમ સાથે ડિજિટલ IRVM, ઓટો પાર્ક આસિસ્ટ અને ડોલ્બી એટમોસ ઓડિયો સિસ્ટમ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. સુરક્ષા માટે આ કારમાં 7 એરબેગ્સ, ESP અને હિલ-હોલ્ડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જોકે, કિંમત ઘટાડવા માટે આ વેરિઅન્ટમાં લેવલ 2 ADAS અને થોડી મોટી ટચસ્ક્રીન જેવા ફીચર્સ આપવામાં આવ્યા નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now