Home Business Tata Group Stocks Surges Skyrocketing Amid Tata Capital Ipo Buzz 1c097e05 4f6d 4ce0 8109 7511f161530f

રોકાણકારો આનંદો : TATA ગ્રુપ લઈને આવી રહ્યું છે અત્યાર સુધીનો સૌથી મોટો IPO!

રોકાણકારો આનંદો
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2024, 06:39 AM IST

ટાટા ગ્રુપના શેરમાં આજે મંગળવારથી જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જેમાં ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પના શેર 12 ટકા વધીને રૂ. 7305ની ઈન્ટ્રાડે હાઈએ પહોંચી ગયો છે. આ સિવાય ટાટા મોટર્સ અને ટાટા કેમિકલ્સના શેરમાં પણ 1 ટકાનો વધારો નોંધાયો છે. જણાવી દઈએ કે, ટાટાના શેરમાં એકદમથી તેજી આવવા પાછળ એક મોટું કારણ છે. મળતી માહિતી અનુસાર આવતા વર્ષે ટાટા ગ્રુપની નાણાકીય સેવા શાખા ટાટા કેપિટલનો રૂ. 15,000 કરોડનો મેગા IPO આવી શકે છે. જેને લઈને ટાટા ગ્રુપે કામગીરી શરૂ કરી દીધી છે.

જાણી લો ડિટેઈલ
મની કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ટાટા ગ્રુપે ટાટા કેપિટલનો IPO લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અહેવાલ છે કે, કંપનીના IPOનો લગભગ રૂ. 15,000 કરોડને પાર કરી શકે છે. જેમાં પ્રારંભિક અને ગૌણ શેર વેચાણનું મિશ્રણ સામેલ હશે. જેને લઈને સિરિલ અમરચંદ મંગળદાસ અને કોટક મહિન્દ્રા કેપિટલને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મામલે અન્ય ઈન્વેસ્ટમેન્ટ બેંકોને પણ સામેલ કરવા માટે ટૂંક સમયમાં વાતચીત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટાટા સન્સ ટાટા કેપિટલમાં 92.83 ટકા હિસ્સો ધરાવે છે, બાકીના મોટાભાગના શેર ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓ અને ટ્રસ્ટની માલિકીના છે.

RBIના નિયમોને આધિન કરવું પડશે ઈશ્યૂ
ઉલ્લેખનિય છે કે, ટાટા ગ્રૂપનું આ પગલું RBI ની 'ઉપલા સ્તર' NBFC ને સૂચિત કરવાના ત્રણ વર્ષની અંદર એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટેડ કરવાની જરૂરી છે. ટાટા કેપિટલ ફાઈનાન્શિયલ સર્વિસિસ જે જાન્યુઆરી 2024માં ટાટા કેપિટલ સાથે મર્જ થઈ હતી તે પણ રેગ્યુલેટરીની લિસ્ટમાં શામેલ છે. 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ, RBI એ NBFCs માટે સ્કેલ આધારિત નિયમન હેઠળ અપર લેયરમાં 16 NBFCsની લિસ્ટની જાહેરત કરી હતી. જેને ફ્રેમવર્કે NBFC ને બેઝ લેયર (NBFC-BL), મિડલ લેયર (NBFC-ML), અપર લેયર (NBFC-UL) અને ટોપ લેયર (NBFC-TL) માં વર્ગીકૃત કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now