logo-img
Tata Capitals Ipo Is Coming Up Know When It Is Opening

આવી રહ્યો છે TATA CAPITALનો IPO : જાણો ક્યારે થઈ રહ્યો છે ઓપન?

આવી રહ્યો છે TATA CAPITALનો IPO
Published by: Offbeat Team
| Last Updated: Sep 27, 2025, 07:35 AM IST

ટાટા ગ્રુપની ફાયનશિયલ સર્વિલ આપતી કંપની ટાટા કેપિટલનો લાંબા સમયથી રાહ જોવાતા IPO હવે શરૂ થવા જઈ રહ્યો છે. કંપનીએ અપડેટેડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) SEBI અને સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કર્યા બાદ, આ IPO રિટેલ રોકાણકારો માટે 6 ઓક્ટોબરથી ખુલશે, જ્યારે એન્કર રોકાણકારો માટે 3 ઓક્ટોબરથી બોલી શરૂ થશે.

IPOની વિગતો

  • નવા ઈશ્યૂ દ્વારા : 210,000,000 ઇક્વિટી શેર

  • ઓફર ફોર સેલ (OFS) : 265,824,280 શેર

  • કુલ ઈશ્યૂ સાઈઝ : 475.8 મિલિયન શેર

  • પ્રમોટર ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ OFS અંતર્ગત ₹230 મિલિયન શેર વેચશે.

  • ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) 35.8 મિલિયન શેર વેચી શકે છે.

  • હાલ ટાટા સન્સ પાસે 88.6% ભાગ, જ્યારે IFC પાસે 1.8% ભાગ છે.

કુલ સાઈઝ અને રેન્કિંગ
આ IPOનું કદ અંદાજે ₹17,200 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કંપનીનું લક્ષ્ય ₹16,500 કરોડથી ₹17,500 કરોડ એકત્ર કરવાનો છે. આ IPO નાણાકીય ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. કુલ કદના હિસાબે, આ IPO હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના ₹27,870 કરોડના IPO પછી બીજા ક્રમે આવશે.

GMP અને બજાર સ્થિતિ
હજુ સુધી કંપનીએ પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી, એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)ની સ્પષ્ટતા નથી. અનલિસ્ટેડ ઝોન અને Shareskart.comના આંકડા મુજબ, IPO પહેલા અનલિસ્ટેડ શેરમાં દબાણ જોવા મળ્યું છે. હાલમાં શેર ₹735 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જે ઓગસ્ટના ₹1,125થી 35% ઓછા છે.

કંપનીનો બિઝનેસ
2007માં સ્થાપિત ટાટા કેપિટલ હાલમાં 25થી વધુ લોન પ્રોડક્ટ્સ સાથે 70 લાખથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. કંપની :

  • પર્સનલ લોન, હોમ લોન, બિઝનેસ લોન પૂરી પાડે છે.

  • SMEs અને કોર્પોરેટ્સ માટે નાણાકીય સેવાઓ આપે છે.

  • વીમા અને ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે.

  • એસેટ મેનેજમેન્ટ, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સમાં પણ સક્રિય છે.

ફાયનાન્શિયલ પરફોર્મન્સ (FY25)

  • નફો : ₹3,655 કરોડ (FY24માં ₹3,327 કરોડ)

  • આવક : ₹28,313 કરોડ (FY24માં ₹18,175 કરોડ)

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now