26 સપ્ટેમ્બરે શેરબજારમાં સતત વેચવાલી વચ્ચે નિફ્ટી 24,800ના સ્તર નીચે સરકી ગયો હતો. જોકે, જાહેર ક્ષેત્રની કંપની RITES Limitedના શેરોમાં તેજી જોવા મળી. કંપનીને દક્ષિણ આફ્રિકાની ટેલિસ લોજિસ્ટિક્સ તરફથી લોકોમોટિવ સપ્લાયનો ઓર્ડર મળતાં શેરોમાં ઇન્ટ્રાડે 6% સુધીનો ઉછાળો નોંધાયો.
શેરની હાલની સ્થિતિ
RITESનો શેર ₹258.85 પર ખુલ્યો હતો.
થોડા જ સમયમાં તે ₹270 ની ઊંચી સપાટીએ પહોંચ્યો.
હાલ શેર ₹259.85 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 3% થી વધુ છે.
વૃદ્ધિનું કારણ
કંપનીને ટેલિસ લોજિસ્ટિક્સ (દક્ષિણ આફ્રિકા) તરફથી લોકોમોટિવ સપ્લાયનો ઓર્ડર મળ્યો.
કરાર મુજબ, એડવાન્સ પેમેન્ટ મળ્યા બાદ 6થી 8 મહિનામાં એન્જિન ડિલિવરી પૂર્ણ થશે.
ગયા અઠવાડિયે, NTPC તરફથી પણ કંપનીને ₹78.65 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેમાં દેશભરના પાવર પ્લાન્ટ માટે ડીઝલ એન્જિન લીઝ પર આપવા નક્કી થયું છે.
52 અઠવાડિયાનું પ્રદર્શન
ઉચ્ચતમ સ્તર : ₹370.55
નીચતમ સ્તર : ₹192.40
RITES વિશે જાણો
1974માં સ્થાપિત RITES Limited એક પબ્લિક સેક્ટર કંપની છે, જે ટ્રન્સપોર્ટ કન્સલટન્ટ અને એન્જિનિયરિંગ સેવાઓમાં અગ્રણી છે.
કંપનીની સેવાઓ ભારત ઉપરાંત વિદેશમાં પણ ઉપલબ્ધ છે.
તે ભારતીય રેલ્વેની એકમાત્ર નિકાસ શાખા છે, જે વિદેશમાં રોલિંગ સ્ટોક સપ્લાય કરે છે (થાઇલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયા સિવાય).