Home Gujarat Tap Water Scam Case Worth Rs 123 Crore In Mahisagar

મહીસાગરમાં 123 કરોડના નલ સે જલ યોજના કૌભાંડ કેસ : વધુ એક કોન્ટ્રાક્ટર ઝડપાયો, બાબુ પટેલની ધરપકડ

મહીસાગરમાં 123 કરોડના નલ સે જલ યોજના કૌભાંડ કેસ
Published by: OBS Bureau
| Last Updated: Dec 14, 2025, 07:47 AM IST

Mahisagar Nal Se Jal Scam : મહીસાગર જિલ્લામાં સામે આવેલા 123 કરોડ રૂપિયાના મસમોટા ‘નલ સે જલ’ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો પૈકી વધુ એક કોન્ટ્રાક્ટર બાબુભાઈ ખેમાભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આરોપી બાબુભાઈ પટેલને હાલોલ ખાતેથી ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી કોન્ટ્રાક્ટર સામે 14,38,314 રૂપિયાની રિકવરી બાકી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

15 કૌભાંડીઓને ઝડપી પાડવામાં આવ્યા

આ સમગ્ર મામલે 22 જૂનના રોજ હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ કૌભાંડમાં અત્યારસુધીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4 કર્મચારીઓ તેમજ કૌભાંડમાં સામેલ 11 ઇજારેદારોની ધરપકડ કરી છે. આમ, કુલ 15 કૌભાંડીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે વધુ આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે.

કાર્યવાહીનો ધમધમાટ

સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી કૌભાંડમાં સામેલ ઘણા આરોપીઓ હચમચી ગયા છે અને કેટલાક ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જાણવા મળે છે. આ કેસમાં અત્યારસુધીમાં કુલ 16 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તમામ 16 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની જામીન અરજીની સુનાવણી હજુ ચાલુ છે. વધુમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કૌભાંડ દરમિયાન ફરજ પર રહેલા તત્કાલીન સરપંચો અને તલાટીઓની યાદી પણ મેળવી લેવામાં આવી છે, જેના લઈને આગામી સમયમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે. જોકે બીજી તરફ કરોડોની રિકવરી બાકી ધરાવતા મોટા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવાને બદલે નાની રકમવાળા કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી હોવાના કારણે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં: હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા! ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક બનશે ઇ-નગર પોર્ટલ

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે": ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"