Home National Tamil Nadu Politics Congress Dmk Vijay Tvk Alliance 2026

તમિલનાડુમાં DMK અને AIADMK વચ્ચે ગઠબંધનની અટકળો : વિજયને રોકવા માટે કટ્ટર હરીફો મિલાવી શકે છે હાથ!

Tamil Nadu Politics 2026
Published by: Viral Patel
Last Updated: May 06, 2026, 03:20 PM IST

Tamil Nadu Politics 2026: તમિલનાડુના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, વર્ષોથી એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા DMK અને AIADMK ગઠબંધન કરી શકે છે તેવી અટકળો તેજ બની છે.

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં યોજાયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી TVK (તમિઝાગા વેટ્રી કઝગમ) 107 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. જોકે, સરકાર બનાવવા માટે જરૂરી 118 ધારાસભ્યોનો બહુમતીનો આંકડો તે સ્પર્શી શકી નથી.

બંગાળમાં ચૂંટણી બાદ વિવાદ વધ્યો : મમતાનો ચૂંટણી આયોગ અને પોલીસ પર આરોપ

રાજ્યપાલ સમક્ષ દાવો અને પડકાર

TVK પ્રમુખ વિજયે રાજભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વિજયે રાજ્યપાલને 113 ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યું હતું. પરંતુ, રાજ્યપાલે બહુમતી સાબિત કરવા માટે 118 ધારાસભ્યોના ટેકાની માંગ કરી છે. જરૂરી આંકડો ન હોવાને કારણે વિજયે રાજ્યપાલ પાસે વધુ સમયની માંગણી કરી છે.

કેમ ચર્ચાઈ રહ્યું છે DMK-AIADMK ગઠબંધન?

રાજ્યમાં વિજય અને તેમની પાર્ટી TVK ના વધતા પ્રભાવને રોકવા માટે હવે જૂના હરીફો એક થાય તેવી શક્યતા છે. જો DMK અને AIADMK હાથ મિલાવે છે, તો તે તમિલનાડુના રાજકીય ઇતિહાસની સૌથી મોટી ઘટના ગણાશે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ વિજયને સત્તાથી દૂર રાખવાનો હોવાનું મનાય છે. હવે જોવાનું એ રહેશે કે શું વિજય બાકીના 5 ધારાસભ્યોનું સમર્થન મેળવી શકશે કે પછી તમિલનાડુમાં કોઈ નવું જ રાજકીય સમીકરણ જોવા મળશે.

ભારતનું સૌથી મોટું હિલ સ્ટેશન કયું છે? : જ્યાં દરેક ઋતુમાં ઉમટી પડે છે પ્રવાસીઓની ભારે ભીડ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now