Home International Take Control Of Musks Company And Deport Musk Know Who Gave This Advice To Trump

વાત મસ્કના દેશનિકાલા સુધી પહોંચી ગઇ! : ‘‘મસ્કની કંપનીનો કબજો લઇને મસ્કને ડિપોર્ટ કરી દો’’- જાણો ટ્રમ્પને કોણે આપી આવી સલાહ?

વાત મસ્કના દેશનિકાલા સુધી પહોંચી ગઇ!
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 03:42 AM IST

અમેરિકાના રાજકારણમાં હાલ ઘમાસાણ મચ્યું છે. ચૂંટણી સમયે અમેરિકાના જય-વીરુ એટલે કે ટ્રમ્પ અને મસ્ક હવે આમને સામને ખુલ્લમ ખુલ્લા દુશ્મની પર ઉતરી આવ્યા છે. તેવામાં એક બાજુ મસ્કે બીજી પાર્ટી બનાવવાની માગ પર લોકોનો વિચાર માગ્યો. તો બીજી બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના સલાહકારે ઇલોન મસ્કને ડિપોર્ટ કરી તેની કંપની પર કબજો જમાવવાની સલાહ આપતાં ખળભળાટ મચ્યો છે. 

સ્ટીવ બેનનની માગ
સ્ટીવ બેનન, જેઓ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના ચીફ સ્ટ્રેટેજિસ્ટ હતા, તેમણે આ વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો. તેમણે તેમના "વોર રૂમ" પોડકાસ્ટમાં ટ્રમ્પને સૂચન કર્યું કે તેઓ ડિફેન્સ પ્રોડક્શન એક્ટ (DPA) નો ઉપયોગ કરીને SpaceX પર કબજો કરે. આ કાયદો, જે કોરિયન યુદ્ધના સમયથી અમલમાં છે, રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ખાનગી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ્સ પ્રાથમિકતા આપવા ફરજ પાડવાની સત્તા આપે છે. બેનને કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે રાત્રે ડિફેન્સ પ્રોડક્શન એક્ટને લાગુ કરીને સ્પેસએક્સ પર કબજો કરવો જોઈએ."
આ ઉપરાંત, બેનને મસ્કને "ગેરકાયદેસર વિદેશી" ગણાવીને તેમના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરવાની અને તેમને તાત્કાલિક દેશનિકાલ કરવાની માંગ કરી. આ દાવો એ હકીકત હોવા છતાં કરવામાં આવ્યો કે મસ્ક, જેઓ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા છે, 2002માં અમેરિકન નાગરિક બન્યા હતા. બેનને ન્યૂ યોર્ક ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું, "મને લાગે છે કે મસ્ક ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે અને તેમને તાત્કાલિક દેશનિકાલ કરવો જોઈએ."

મસ્કે કહ્યું, ‘‘અમેરિકાને નવી રાજકીય પાર્ટીની જરૂરત’’

અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ફરી એકવાર ટ્રમ્પની પાર્ટી સામે નવી પાર્ટી ઉભી કરવાની માગને લઇને લોકોનો મત માગ્યો અને એક્સ પર વોટિંગ કરાવ્યું. આ વખતે તેમણે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ચર્ચા શરૂ કરી છે. મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને અમેરિકામાં નવી રાજકીય પાર્ટીની જરૂરિયાત અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “જનતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. અમેરિકાને એક એવી નવી રાજકીય પાર્ટીની જરૂર છે જે મધ્યમ વર્ગના 80% લોકોનું નેતૃત્વ કરે, અને આ વિચારને બરાબર 80% લોકોએ ટેકો આપ્યો છે. આ જ નિયતિ છે.” આ પછી તેમણે એક અન્ય પોસ્ટમાં ફક્ત ‘ધ અમેરિકા પાર્ટી’ લખીને આ નવી પાર્ટીનું નામ સૂચવ્યું.

‘ધ અમેરિકા પાર્ટી’નો વિચાર
મસ્કે X પર એક પોલ શરૂ કર્યો હતો, જેમાં તેમણે પૂછ્યું હતું કે શું અમેરિકાને એક એવી નવી રાજકીય પાર્ટીની જરૂર છે જે મધ્યમ વર્ગના 80% લોકોનું પ્રતિનિધિત્વ કરે. આ પોલમાં 80% લોકોએ આ વિચારને સમર્થન આપ્યું હતું. આ પરિણામના આધારે મસ્કે ‘ધ અમેરિકા પાર્ટી’ નામનો વિચાર રજૂ કર્યો. 
મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો વિવાદ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે એલોન મસ્ક અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તીખી ઝઘડાની સ્થિતિ સર્જાઈ છે. 2024ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું અને X પ્લેટફોર્મ દ્વારા તેમના પક્ષે જોરદાર ઝુંબેશ ચલાવી હતી. તેમણે ટ્રમ્પની રેલીઓમાં પણ ભાગ લીધો હતો. જોકે, હવે બંને વચ્ચેની દોસ્તીમાં દરાર આવી ગઈ છે, અને તેનું કારણ બન્યું છે મસ્કનો ટ્રમ્પના જૂના સાથી જેફરી એપ્સ્ટીન સાથેના સંબંધોનો ઉલ્લેખ.મસ્કે X પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, “ટ્રમ્પનું નામ એપ્સ્ટીન ફાઈલ્સમાં છે, અને આ જ કારણ છે કે આ ફાઈલ્સ ક્યારેય જાહેર થઈ નથી.” આ પોસ્ટમાં તેમણે વ્યંગાત્મક રીતે લખ્યું હતું, “Have a nice day, DJT” (ડોનાલ્ડ જે. ટ્રમ્પ, તમારો દિવસ શુભ રહે). આ નિવેદનથી બંને વચ્ચેનો વિવાદ ખુલ્લામાં આવી ગયો.બીજી તરફ, ટ્રમ્પે પણ મસ્કની કંપનીઓને મળતા સરકારી કોન્ટ્રાક્ટ્સ અને સબસિડી રદ કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે તેમના પોતાના પ્લેટફોર્મ Truth Social પર લખ્યું હતું કે, “અમારા બજેટમાંથી અબજો ડોલર બચાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે એલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટ્સ રદ કરી દેવામાં આવે.” આના જવાબમાં મસ્કે ફક્ત એક શબ્દમાં પ્રતિક્રિયા આપી, “Whatever” (જેવું તમારું મન થાય).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now