Home Education/Career Taj Mahal And Red Fort Architect Ustad Ahmad Lahori History

તાજમહેલ અને લાલ કિલ્લાનો મુખ્ય આર્કિટેક્ટ કોણ? : જાણો તે સમયના આર્કિટેક્ટનો પગાર અને ઈતિહાસ

તાજમહેલ અને લાલ કિલ્લાનો મુખ્ય આર્કિટેક્ટ કોણ?
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 06:07 PM IST

વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામેલા તાજમહેલ અને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની સુંદરતા આજે પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. 17મી સદીમાં મુઘલ બાદશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન બનેલી આ નાયબ ઈમારતો પાછળ કયા વ્યક્તિનું દિમાગ હતું અને તેને આ મહેનતનું શું વળતર મળ્યું હશે, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. ઇતિહાસના પાનાઓમાં આ અદ્ભુત કલાકૃતિઓ સર્જનાર મુખ્ય વાસ્તુકાર તરીકે ઉસ્તાદ અહમદ લાહોરીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે.

કોણ હતો આ મહાન વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહોરી?

ઉસ્તાદ અહમદ લાહોરીનો જન્મ ૧૫૮૦માં લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે થયો હતો. તેઓ મુઘલ સામ્રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અને કુશળ આર્કિટેક્ટ હતા. તેમણે મુઘલ સ્થાપત્યમાં ફારસી અને ઇસ્લામિક શૈલીનું ઉત્કૃષ્ટ મિશ્રણ રજૂ કર્યું હતું. તેમની કુશળતાને કારણે જ શાહજહાંએ તેમને પોતાની પ્રિય બેગમ મુમતાજ મહલની યાદમાં તાજમહેલ બનાવવાની મહત્વની જવાબદારી સોંપી હતી. તાજમહેલનું નિર્માણ કાર્ય 163૨માં શરૂ થયું હતું અને ૧૬૫૩માં તે પૂર્ણ થયું હતું.

તાજમહેલ ઉપરાંત લાલ કિલ્લા અને જામા મસ્જિદનું પણ કર્યું નિર્માણ

UNESCO World Heritage Site ના અહેવાલો મુજબ, લાહોરીનું પ્રદાન માત્ર તાજમહેલ પૂરતું મર્યાદિત નહોતું. તેમણે દિલ્હીના પ્રખ્યાત લાલ કિલ્લાનું પણ સંપૂર્ણ આયોજન અને ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં કિલ્લેબંધી, ભવ્ય મહેલો અને દરવાજાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના નિર્માણમાં પણ તેમની અને તેમની એન્જિનિયરિંગ ટીમની મુખ્ય ભૂમિકા રહી હતી.

તે સમયે કેટલી હતી તેમની સેલરી?

ઉસ્તાદ અહમદ લાહોરી અને તેમની નિષ્ણાત ટીમ તાજમહેલના નિર્માણ માટે સતત 16 વર્ષ સુધી કાર્યરત રહી હતી. ઇતિહાસકારોના મતે, બાદશાહ શાહજહાં દ્વારા લાહોરીને વાર્ષિક 10,000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. 17મી સદીના સમયગાળા મુજબ આ રકમ અત્યંત ઊંચી અને શાહી ગણવામાં આવતી હતી. આટલું ઊંચું વળતર તેમની અસાધારણ પ્રતિભા અને મહેનતનું પ્રમાણ હતું.

એન્જિનિયરિંગ અને સ્થાપત્યનો અજોડ સંગમ

તાજમહેલની મજબૂતી તેની અદ્યતન એન્જિનિયરિંગ તકનીક અને ઉચ્ચ ગુણવત્તાવાળા સફેદ સંગેમરમરને આભારી છે. લાહોરીએ સુનિશ્ચિત કર્યું હતું કે આ મકબરો સદીઓ સુધી અડીખમ અને સુંદર રહે. લાલ કિલ્લાની બનાવટમાં તેમણે વાસ્તુશાસ્ત્રની સાથે સાથે સુરક્ષાના પાસાઓનું પણ વિશેષ ધ્યાન રાખ્યું હતું. તેમની આ કલાને કારણે જ મુઘલ સ્થાપત્ય શૈલીને વૈશ્વિક સ્તરે ઓળખ પ્રાપ્ત થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now