T20 World Cup : ઇટાલીની ટીમને T20 વર્લ્ડ કપમાં પહેલી જીત મળી છે. ટીમ પહેલી વાર ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. પહેલી મેચમાં સ્કોટલેન્ડ સામે હાર્યા બાદ, બીજી મેચમાં તેમણે નેપાળ સામે One-sided જીત મેળવી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇટાલીએ નેપાળને 10 વિકેટથી હરાવ્યું. નેપાળની ટીમ T20 રેન્કિંગમાં 16 મા સ્થાને છે અને ઇટાલી 26 મા સ્થાને છે. ઇટાલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો અને નેપાળને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. નેપાળ પ્રથમ બેટિંગ કરતાં ફક્ત 123 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ઇટાલી માટે ઓપનિંગ કરવા બે ભાઈઓ Anthony Mosca અને Justin Mosca આવ્યા અને તેમણે 12.4 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ટીમને જીત આપવી.
Anthony Mosca અને Justin Mosca એ ઇટાલીને જીત અપાવી
ઇટાલી માટે, ભાઈઓ Anthony Mosca અને Justin Mosca એ ઇનિંગ્સની શરૂઆત કરી. તેઓએ તરત જ અટેકીંગ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું અને નેપાળને કોઈ તક પણ આપી નહીં. Anthony Mosca એ પહેલી ઓવરમાં Karan KC ની બોલ પર સિક્સર ફટકારી. Justin Mosca એ ત્રીજી ઓવરમાં એક સિક્સર અને બે ફોર ફટકારી. બંને ભાઈઓએ સાથે મળીને પાવરપ્લેમાં ટીમના સ્કોરને 68 રન સુધી પહોંચાડી દીધો.
Anthony અને Justin Mosca એ એક જ ઓવરમાં ફિફ્ટી પૂરી કરી
Justin Mosca એ 11 મી ઓવરના ચોથા બોલ પર અને Anthony Mosca એ પાંચમા બોલ પર પોતાનો પચાસ રન પૂરા કર્યા. 13 મી ઓવરના ચોથા બોલ પર ઇટાલીએ મેચ જીતી લીધી. Justin Mosca એ 44 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 60 રન બનાવ્યા. Anthony Mosca એ 32 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 62 રન બનાવ્યા.
નેપાળની બેટિંગ નિષ્ફળ રહી
ઇટાલીએ ટોસ જીતીને નેપાળને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નેપાળના ઓપનર Kushal Bhurtel 5 રન 10 બોલમાં અને Aasif Sheikh 20 બોલમાં 20 રન ફટકારીને આઉટ થઈ ગયા. નેપાળએ 8 રનમાં જ Kushal Bhurtel ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન Rohit Paudel એ Aasif Sheikh સાથે 30 બોલમાં બીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરીને ટીમને 49 રન સુધી પહોંચાડી દીધી. Rohit Paudel 14 બોલમાં 2 છગ્ગા સાથે 23 રન બનાવીને આઉટ થયો.
ઇટાલીની બોલિંગ
નેપાળે 49 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, Dipendra Singh Airee અને Aarif Sheikh એ ચોથી વિકેટ માટે 39 બોલમાં 44 રનની પાર્ટનરશીપ કરી અને ટીમને 93 રનના સ્કોર પર પહોંચાડી. Dipendra Singh Airee એ 18 બોલમાં 17 રન બનાવ્યા જ્યારે Aarif Sheikh એ 24 બોલમાં 27 રન બનાવ્યા. નેપાળની ટીમ 19.3 ઓવરમાં 123 રનમાં સમેટાઈ ગઈ. ટીમની છેલ્લી 7 વિકેટ 30 રન બનાવતી વખતે પડી ગઈ. ઇટાલી માટે, Crishan Kalugamage એ 18 રનમાં 3 વિકેટ લીધી જ્યારે Benjamin Manenti એ 4 ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ લીધી.




















