T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 ના પહેલા દિવસે કુલ ત્રણ મેચ રમાશે. ભારતની પહેલી મેચ આજે (7 ફેબ્રુઆરી) એ USA સામે છે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે. રિપોર્ટ્સ છે કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચ નહીં રમે. એવું પણ માનવામાં આવે છે કે, છેલ્લી સિરીઝમાં અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરનાર સંજુ સેમસનને આજે બહાર બેસવું પડી શકે છે, અને તેની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.
જસપ્રીત બુમરાહ પહેલી મેચ કેમ નહીં રમે?
રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહની તબિયત સારી નથી, જેના કારણે તે USA સામેની મેચમાં નહીં રમે. હર્ષિત રાણા પણ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, અને BCCI એ તેના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કર્યો છે. સિરાજ શુક્રવારે ટીમ ઈન્ડિયામાં જોડાયો છે. રિપોર્ટ્સ અનુસાર, બુમરાહને વાયરલ તાવ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ USA સામેની મેચમાં આ સ્થિતિમાં તેને મેદાનમાં ઉતારવામાં ખચકાટ અનુભવશે. બુમરાહ મેચના એક દિવસ પહેલા મેદાન પર પહોંચ્યો હતો, પરંતુ પ્રેક્ટિસ કરી ન હતી. બુમરાહના બહાર હોવાથી, મોહમ્મદ સિરાજને આજે પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી શકે છે.
અભિષેક અને ઈશાન કરશે ઓપનિંગ
2026 ના T20 વર્લ્ડ કપ પહેલાની અંતિમ સિરીઝni પાંચેય મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઇનિંગ ઓપન કરી હતી, પરંતુ સંજુ સેમસને દરેક મેચમાં નિરાશ કર્યા હતા. તે એક પણ મેચમાં મોટો સ્કોર કરવામાં સફળ થયો નથી. સિરીઝની અંતિમ મેચમાં ઈશાન કિશનને વિકેટકીપિંગ માટે મોકલવામાં આવ્યો હતો. ઈશાન કિશન અને અભિષેક શર્મા આજે USA સામે ઇનિંગ ઓપન કરી શકે છે. અભિષેક શર્મા અને ઈશાન કિશનએ સઆઔથ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં પણ ઇનિંગ ઓપન કરી હતી.
ભારતના સંભવિત પ્લેઈંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.




















