Home Sports T20 World Cup 2026 Begins In Grand Style Cricket Grandeur Begins In India And Sri Lanka

T20 વર્લ્ડ કપ 2026 નો ભવ્ય પ્રારંભ : ભારત અને શ્રીલંકાના આંગણે ક્રિકેટનો મહાકુંભ શરૂ!

T20 વર્લ્ડ કપ 2026 નો ભવ્ય પ્રારંભ
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 06:11 AM IST

T20 World Cup : આજથી ક્રિકેટ જગતના સૌથી રોમાંચક જંગ 'T20 વર્લ્ડ કપ 2026' નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. આજના પ્રથમ દિવસે કુલ ત્રણ મેચો રમાશે, જેમાં એશિયાની બે મોટી ટીમો પાકિસ્તાન અને ભારત પોતપોતાની સફર શરૂ કરશે. ચાહકોમાં આ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મેચ 1 : પાકિસ્તાન vs નેધરલેન્ડ્સ (કોલંબો)દિવસની પ્રથમ મેચ કોલંબોના ઐતિહાસિક સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે શરૂ થઈ ચૂકી છે. પાકિસ્તાને પોતાની ટીમમાં અનુભવી ખેલાડીઓ સાથે નવા ચહેરાઓને પણ સ્થાન આપ્યું છે. બાબર આઝમ અને શાહીન આફ્રિદી જેવા સ્ટાર્સ પર ટીમની નજર રહેશે. બીજી તરફ, નેધરલેન્ડ્સની ટીમ હંમેશા ઉલટફેર કરવા માટે જાણીતી છે. બાસ ડી લીડે અને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ પાસેથી ડચ ટીમને મોટી આશા છે. આ મેચમાં પાકિસ્તાનને ટોસ જીતીને નેધરલેન્ડ્સને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું.

મેચ 2 : વેસ્ટ ઈન્ડિઝ vs સ્કોટલેન્ડ (કોલકાતા)બપોરે 3:00 વાગ્યે કોલકાતાના ગઢ ગણાતા ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. T20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ હંમેશા ખતરનાક ટીમ સાબિત થાય છે, ખાસ કરીને જ્યારે વાત સિક્સર મારવાની હોય. સ્કોટલેન્ડ માટે ઈડન ગાર્ડન્સની સ્પિન-ફ્રેન્ડલી અને હાઈ-સ્કોરિંગ પિચ પર વેસ્ટ ઈન્ડિઝના પાવર હિટર્સને રોકવા એક મોટો પડકાર બની રહેશે.

મેચ 3 : ભારત vs USA (મુંબઈ)આજના દિવસની સૌથી પ્રતિક્ષિત મેચ સાંજે 7:00 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત પોતાની પ્રથમ મેચમાં USA સામે ટકરાશે. ઘરઆંગણે રમી રહેલી ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપ ખૂબ જ ખાસ છે. મુંબઈના સમુદ્ર કિનારે આવેલા આ સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે તેવી પૂરી શક્યતા છે. USA ની ટીમ પણ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહી છે, તેથી ભારતે સચેત રહીને મેદાનમાં ઉતરવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now