Home Gujarat Swamigyanprakash Of The Swaminarayan Went To Virpur And Apologized

જ્ઞાનપ્રકાશ સ્વામીને સદબુદ્ધી આવી : વીરપુર જઈ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને દંડવત કરી માફી માંગી

જ્ઞાનપ્રકાશ સ્વામીને સદબુદ્ધી આવી
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2025, 12:42 PM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડીયો જોયા બાદ રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે આ પ્રથમ વાર પણ ન હતુ કે જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાયનાં કોઈ સંતે સનાતન ધર્મનાં સંતો વિરુદ્ધ વાણીવિલાસ કર્યોં હોય.

ભક્તજનોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધવતા માંગણી કરી હતી કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગે. પરિસ્થિતીની ગંભીરતા જોતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ શાનમાં સમજી જઈ આજે બપોરે નંબર પ્લેટ વગરની કારમાં વીરપુર આવી પહોંચ્યા હતા, જ્યા તેઓ પાછલા દરવાજેથી સુરક્ષા સાથે મંદિરમાં આવ્યા, અને જલારામા બાપાની માફી માંગી પાછલા દરવાજેથી જતા રહ્યા હતા.

જો કે ત્યા હાજર ભક્તોએ જણાવ્યું કે પહેલા વાણીવિલાસ કરવો અને પછી માફી માંગી લેવાની સ્વામી નારાયણનાં સંતોને કુટેવ પડી છે, જે કાયમી ધોરણે બંધ થઈ જોઈએ, ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામીની માફી બાદ રઘુવંશી સમાજ અને ભક્તોનો રોષ શાંત થશે કે કેમ તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now