Home Business Suzlon Shares May See A Huge Jump Of 43 Percent Two Brokerage Firms Signal

લોકોને કરોડપતિ બનાવનાર ગુજરાતી કંપનીનો શેર ફરી બનશે રોકેટ : અત્યારે સાવ સસ્તી છે કિંમત, શેરમાં 43%ના મોટા ઉછાળાનો બે બ્રોકરેજ ફર્મે આપ્યો સંકેત

લોકોને કરોડપતિ બનાવનાર ગુજરાતી કંપનીનો શેર ફરી બનશે રોકેટ
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 09:32 AM IST

Suzlon Energy Share: પવન ઉર્જા સોલ્યુશન્સ પૂરાં પાડતી ગુજરાતી કંપની સુઝલોન એનર્જી એક વખત ફરીથી રોકાણકારોને લીલીલહેર કરાવી શકે છે. એક સમયે આ કંપનીના શેરે અનેક લોકોને કરોડપતિ બનાવ્યાં હતાં. ફરી એકવાર આ કંપનીના શેરમાં મોટો ઉછાળો આવી શકે છે. કંપનીના મેનેજમેન્ટ સાથે બ્રોકરેજ કંપનીઓની તાજેતરની બેઠક બાદ, શેરમાં મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ પર ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને, મોતીલાલ ઓસ્વાલ અને મોર્ગન સ્ટેનલી જેવી અગ્રણી બ્રોકરેજ ફર્મો કંપનીના શેર પર સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે, સુઝલોન વિશ્વમાં સૌથી મોટો વિન્ડ પાર્ક ચલાવે છે, જે તામિલનાડુના પશ્ચિમી ઘાટમાં છે અને 584 મેગાવોટ (MW) વીજળી ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, કંપની મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ક્યોના જળાશળ નજીક 201 મેગવોટ (MW) ક્ષમતાનો વાંકુસાવાડે વિન્ડ પાર્ક કે જે બાંધકામ સમયે જ એશિયાનો સૌથી મોટો વિન્ડ પાર્ક હતો તે ચલાવી રહી છે.

મોતીલાલ ઓસ્વાલનો બુલિશ અભિપ્રાય-

મોતીલાલ ઓસ્વાલે સુઝલોન એનર્જી પર પોતાનું ‘Buy’ રેટિંગ યથાવત્ રાખ્યું છે. કંપનીએ ₹74 નો ટાર્ગેટ પ્રાઈઝ નક્કી કર્યો છે, જે હાલના સ્તરોની સરખામણીમાં 43% સુધીના ઉછાળો દર્શાવે છે.

સુઝલોનની 4 અને 5 ડિસેમ્બરે યોજાયેલી ‘મેન્યુફેક્ચરિંગ ડે’ ઈવેન્ટ બાદ બ્રોકરેજે આ અભિપ્રાય શેર કર્યો હતો. ઈવેન્ટ દરમિયાન મેનેજમેન્ટે કંપનીની ભવિષ્યની યોજનાઓ, બજારની સ્થિતિ અને ઓર્ડર બુક વિશે વિગતવાર માહિતી આપી.

સેન્ટ્રલ રિન્યુએબલ સેગમેન્ટની મંદી છતાં ઓર્ડર ફ્લો મજબૂત-

સુઝલોન મેનેજમેન્ટે જણાવ્યું કે સેન્ટ્રલ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તાજેતરમાં આવેલી મંદીનો તેમની નિયર-ટર્મ ઓર્ડર બુક પર મર્યાદિત પ્રભાવ પડશે.

કંપની મુજબ, હાલમાં આશરે 15 GW પવન પ્રોજેક્ટ્સ બિડિંગ અથવા એવોર્ડિંગ તબક્કામાં છે, જે પવન ઉર્જા ક્ષેત્રમાં મજબૂત માંગ દર્શાવે છે.

સાથે જ મેનેજમેન્ટે આ પણ કહ્યું કે આશરે 40 GW પાવર ખરીદી કરારો (PPA) ફરીથી બિડ અથવા રદ્દ થવાની સંભાવનાઓ સાથે બજાર હવે વાસ્તવિક માંગને અનુરૂપ પુરવઠો વધારવા પર ધ્યાન આપી રહ્યું છે.

2030 સુધી વિશાળ વૃદ્ધિની તક-

સુઝલોન એનર્જી ભવિષ્યને લઈને ઉત્સાહી છે. કંપનીનું માનવું છે કે ભારત નાણાકીય વર્ષ 2028 સુધીમાં દર વર્ષે 10 GW પવન ઉર્જા સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.

AI, ડેટા સેન્ટરો અને કમર્શિયલ–ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની વધતી વીજળીની ખપત 2030 સુધીમાં દેશને 100 GW પવન ઉર્જા લક્ષ્ય તરફ દોરી શકે છે.

કંપનીનું કહેવું છે કે તેની મોટાભાગની ટર્બાઇનનું પ્રદર્શન મજબૂત છે—95% કરતા વધુ ટર્બાઇન તેમના જીવનચક્ર અંદાજ મુજબ અસરકારક રીતે કાર્યરત છે. આ પરિબળો કંપનીને આગામી દાયકા માટે વૃદ્ધિના મોટા અવસર આપે છે.

મોતીલાલ ઓસ્વાલ અને મોર્ગન સ્ટેનલીની મૂલ્યાંકન નોંધ-

મોતીલાલ ઓસ્વાલે Suzzlon નું મૂલ્યાંકન FY2028ના અંદાજિત EPSના 30 ગણા પર કર્યું છે, જે તેના ઐતિહાસિક સરેરાશ (27 ગણા) થી થોડું વધુ છે.

મોર્ગન સ્ટેનલીએ પણ શેર પર ‘Overweight’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ₹78 નો લક્ષ્ય ભાવ આપ્યો છે, જે મોતીલાલ ઓસ્વાલ કરતાં પણ વધારે ઉછાળો દર્શાવે છે.

બજારમાં સુઝલોનને કુલ 9 વિશ્લેષકો કવર કરે છે, જેમાંથી 8 વિશ્લેષકો Buy રેટિંગ આપે છે. 1 વિશ્લેષક Hold રેટિંગ આપે છે. સામૂહિક રીતે તેમનો સરેરાશ ટાર્ગેટ ભાવ શેરમાં 43% ઉછાળો સંકેત આપે છે.

વર્તમાન શેર પ્રાઈઝ સ્થિતિ-

8 ડિસેમ્બરના શરૂઆતના ટ્રેડિંગ સત્રમાં સુઝલોનનો શેર 2.30% વધી ₹52.93 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

જોકે, વર્ષ 2024–25 દરમિયાન શેરમાં અત્યાર સુધી 19% નો ઘટાડો નોંધાયો છે. જોકે, વિશ્લેષકોના સકારાત્મક અભિપ્રાયો ફરીથી રોકાણકારોમાં વિશ્વાસ જગાવતા દેખાઈ રહ્યા છે.

પવન ઉર્જા ક્ષેત્રમાં વધતી માંગ, સરકારના નવીનીકરણ ઊર્જા લક્ષ્યો અને સુઝલોનના મજબૂત ઓર્ડર પાઈપલાઈનને કારણે કંપની આગામી વર્ષોમાં ઉત્તમ વૃદ્ધિની દિશામાં આગળ વધી શકે છે. બ્રોકરેજ ફર્મોના સકારાત્મક અભિપ્રાયો અને ઊંચા ટાર્ગેટ પ્રાઈઝ દર્શાવે છે કે શેરમાં ઉપર જવાની મજબૂત સંભાવના છે.

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત હોય છે. અમે કોઈને શેર કંપનીમાં રોકાણની સલાહ આપતા નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ અચૂક લેવી. Offbeat Stories આ અંગેની પુષ્ટી કરતું નથી.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now