Home National Suvendu Adhikari Cm Salary Perks West Bengal Gujarati

બંગાળના CMને કેટલી મળે છે સેલરી? : મુખ્યમંત્રી બન્યા બાદ સુવેન્દુ અધિકારીને મળશે આ ખાસ સુવિધાઓ

West Bengal New CM Suvendu Adhikari
Published by: Viral Patel
Last Updated: May 09, 2026, 12:49 PM IST

West Bengal New CM Suvendu Adhikari: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદ સંભાળી લીધું છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ છે કે બંગાળના મુખ્યમંત્રીને કેટલો પગાર, ભથ્થાં અને સરકારી સુવિધાઓ મળે છે.

સત્તા પરિવર્તન બાદ ચર્ચામાં CMની સેલરી

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. આ સાથે જ લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે બંગાળના મુખ્યમંત્રીને દર મહિને કેટલો પગાર અને કઈ-કઈ સરકારી સુવિધાઓ મળે છે. અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને દર મહિને આશરે ₹2 લાખની આસપાસ પગાર અને અલગ-અલગ સરકારી ભથ્થાં મળે છે. આમાં બેઝિક સેલરી ઉપરાંત અનેક વહીવટી અને વિશેષ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.

UP માં ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક : યોગી કેબિનેટનું આવતીકાલે વિસ્તરણ, આ 'નવા ચહેરા'ને મળી શકે છે કેબિનેટમાં સ્થાન!

સરકારી બંગલો અને સ્ટાફની સુવિધા

મુખ્યમંત્રીને કોલકાતામાં રહેવા માટે સરકારી આવાસ આપવામાં આવે છે. આ સાથે જ પર્સનલ સ્ટાફ, ઘરકામ માટેના કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને ઓફિસ સંચાલન માટે એક અલગ ટીમ પણ પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.

Z+ સિક્યોરિટી અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને હાઈ-લેવલ સુરક્ષા આપવામાં આવે છે. મુખ્યમંત્રીને Z+ શ્રેણીની સુરક્ષા, બુલેટપ્રૂફ વાહન અને અનેક સ્તરો ધરાવતી સુરક્ષા ટીમ મળે છે. રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સતત સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખે છે.

"હવે RG Kar પીડિતાને ન્યાય મળવો જોઈએ" : પશ્ચિમ બંગાળમાં પહેલીવાર BJP સરકાર બનતાં જ શુભેન્દુ અધિકારીની માતા ભાવુક

સરકારી વાહન અને મુસાફરીની સુવિધાઓ

મુખ્યમંત્રીને સત્તાવાર ઉપયોગ માટે અનેક સરકારી વાહનો આપવામાં આવે છે. રાજ્યની અંદર અને બહારની સરકારી મુસાફરીનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે. ખાસ કિસ્સાઓમાં સ્પેશિયલ પ્લેન અને હેલિકોપ્ટરની સુવિધા પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી અને તેમના પરિવારને મફત સરકારી તબીબી સુવિધાઓ મળે છે.

પદ છોડ્યા પછીની સુવિધાઓ

મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ ઘણી સુવિધાઓ ચાલુ રહી શકે છે. પૂર્વ મુખ્યમંત્રીઓને પેન્શન, સુરક્ષા અને તબીબી સહાય જેવી સુવિધાઓ રાજ્યના નિયમો અનુસાર મળવાપાત્ર હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now