ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા રતનલાલ શંકરલાલ જાટનાં જણાવ્યા પ્રમાણે ગત 2 માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે બાઈક પર જઈ રહ્યા હતા, રસ્તામાં પૂર્વ ધારાસભ્યનાં બંગલા સામેથી પસાર થયા ત્યારે પૂર્વ ધારાસભ્યનાં આઠ દસ માણસોએ મારા દિકરાને માર માર્યો, અને ત્યારબાદ તેઓ ઘરે પરત આવી ગયા હતા. અને 3 તારીખે રાતે પુત્ર રાજકુમાર ઘરેથી નિકળી જાય છે, અને 4 તારીખે તેનો મૃતદેહ મળે છે.
પોલીસે રાજકુમારનાં સીસીટીવી ફૂટેજ જાહેર કરતા જણાવ્યુ કે 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરેથી નીકળી ગયો હતો. જે રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. તારીખ 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. પરિવારજનો મૃતદેહને લઈ પોતાના વતન રાજસ્થાન જવા રવાના થયા છે. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હવે આ મામલે રાજનીતિ ગરમાઈ રહી છે. વિધાનસભામાં વિપક્ષનાં નેતા અમિત ચાવડાએ આ મામલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી હોવાનો આક્ષેપ કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે, જ્યારે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ આ મામલે ટ્વીટ કરી સીબીઆઈ તપાસની માંગ કરતા કહ્યું કે આ ઘટના જાટ સમાજ સહન નહી કરે, અને હું આ મામલાને લોકસભામાં ઉઠાવીશ.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સામે ACBની મોટી કાર્યવાહી: 1.22 કરોડની અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયો






