Home Gujarat Suspicious Beef Seized In Bhestan Surat

સુરતના ભેસ્તાનમાં શંકાસ્પદ ગૌમાંસ પકડી પકડાયુ! : ટેમ્પો અટકાવી પોલીસની કાર્યવાહી, નમૂનાઓ ફોરેન્સિક તપાસમાં મોકલાયા

સુરતના ભેસ્તાનમાં શંકાસ્પદ ગૌમાંસ પકડી પકડાયુ!
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 09:15 AM IST

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આજે વહેલી સવારે શંકાસ્પદ ગૌ માંસ મળ્યાની આશંકા વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે એક ત્રણ ચાકાના ટેમ્પોમાં મોટા પ્રમાણમાં માંસ લઈ જવાતું હોવાની માહિતી સ્થાનિકોમાં ફેલાતા લોકોએ સતર્કતા દાખવી ટેમ્પોને અટકાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.

પોલીસે ટેમ્પોને કબજો મેળવ્યો

મળતી માહિતી મુજબ, ટેમ્પોમાં ભરેલા માંસ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તે ગો માંસ હોઈ શકે છે. આ અંગે સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ટેમ્પોને કબજે લીધો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે થોડા સમય માટે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી, જેને પોલીસે સમજાવી શાંતિ જાળવવા અપીલ કરી હતી.

નમૂનાઓ લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા

પોલીસ દ્વારા ટેમ્પોમાંથી મળેલા માંસના નમૂનાઓ લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. માંસ ખરેખર ગૌ માંસ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ થશે. હાલ ટેમ્પો ચાલક સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

પોલીસ ફોર્સ તહેનાત કરાઈ

ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ પણ તહેનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સચોટ હકીકતો જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now