Principal Turned Out to Be Cylinder Thief: ગુજરાતમાં એક સસ્પેન્ડ કરાયેલ આચાર્ય સિલિન્ડર ચોર નીકળ્યો હતો. તેમણે 26 આંગણવાડીઓમાંથી ચોરીને અંજામ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણો આખી ઘટના.
Cylinder thief principal: ગુજરાતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ ભણાવાતી શાળાઓના વડા એટલે કે આચાર્ય સિલિન્ડર ચોર નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આશ્ચર્યજનક રીતે તેમણે એક વાર નહીં પરંતુ ઘણી વાર ચોરી કરી છે. ફક્ત એક જ જગ્યાએથી નહીં પરંતુ 26 આંગણવાડીઓમાંથી સિલિન્ડર ચોર્યા છે. જામનગર ક્રાઈમ બ્રાન્ચે જામનગર તાલુકાના દરેડ ગામ નજીક આરોપી કાંતિ લાલ નકુમની ધરપકડ કરી છે. રૂમમાંથી ચોરાયેલા ગેસ સિલિન્ડર અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આ કેસમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે છે.
ચોરીના ગુનામાં કરવામાં આવ્યો હતો સસ્પેન્ડ
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કાંતિ લાલ નકુમ અગાઉ જામખંભાળિયા તાલુકાના કોટા ગામની એક પ્રાથમિક શાળાનો આચાર્ય હતો. ઓનલાઈન જુગારના વ્યસની બન્યા પછી તેણે મોટી રકમ ગુમાવી દીધી હતી. આના કારણે તે ગુનાના માર્ગે ગયો. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તેણે અગાઉ શાળામાંથી લેપટોપ અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
3 જિલ્લાઓમાં 26 આંગણવાડીઓને બનાવવામાં આવી હતી નિશાન
આરોપી કાંતિ લાલ નકુમે ગુજરાતના 3 જિલ્લાઓ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 26 આંગણવાડીઓમાંથી સિલિન્ડરોની ચોરી કરી હતી.
આ પ્લાનિંગતી કરતો હતો ચોરી
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેમણે જામનગરની 11 આંગણવાડીઓ, દેવભૂમિ દ્વારકાની 10 અને પોરબંદર જિલ્લાની 5 આંગણવાડીઓમાં ચોરી કરી હતી. ચોરી પહેલા તે રેકી કરતો હતો અને પછી રાત્રિના અંધારામાં ડિસમિસલ અને લોખંડના સળિયાથી તાળા તોડીને સિલિન્ડરોની ચોરી કરતો હતો. પછી તે તે સિલિન્ડરોને અલગ અલગ જગ્યાએ છુપાવીને વેચતો હતો.






