Surendranagar News: સુરેન્દ્રનગરમાં ચુડામમા કરૂણ ઘટના બની છે. ચમારડી ગામે માલધારી સમાજના ચાવડા દાદા પૌત્રનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. દાદા કરણભાઈ કાનાભાઈ અને તેમના પૌત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ વાસણ નદીના વેણમાં ડૂબી જવાથી મોત થયું છે.
પાણીમાં ડૂબી જતા મોત
બંનેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પટલમાં દાખલ કર્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાના પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
સમગ્ર મામલે ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિજનો ભારે શોકમાં ગરકાવ થયા છે.






