Home Gujarat Suratnewsmother Fell Asleep On Railway Tracks With Two Children Woman Critical

બે બાળકો સાથે રેલવે ટ્રેક પર સુઈ ગઈ માતા : ટ્રેનની અડફેટે માતાના બે કટકા, બે બાળકોની હાલત ગંભીર! સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

બે બાળકો સાથે રેલવે ટ્રેક પર સુઈ ગઈ માતા
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 10:23 AM IST

Breaking News: ગુજરાતમાં દિન-પ્રતિદિન આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર રાજ્યના સુરત શહેરમાં બનેલી ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી હતી. એક મહિલા પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાના ઈરાદાથી રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી. અચાનક ટ્રેન આવતા મહિલાના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક જ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે સામૂહિક આપઘાતના પ્રયાસમાં બે બાળકોની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાએ પોતાના સંતાનો સાથે રેલવે ટ્રેક પર જઈને આવતી માલગાડી સામે સૂઈ જવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેનની નીચે આવતા જ મહિલાના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા. આ કંપારી છોડાવી દે તેવા અકસ્માતમાં તાત્કાલિક મહિલાનું મોત થયું હતું. ઘાયલ બને બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર ઉભેલા મુસાફરો અને સ્ટાફમાં અફરા-તફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકો દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા અને પરિસ્થિતિ એટલી વિચલિત કરનારી હતી કે ઘણા લોકો ભાવુક બની ગયા હતા. હાલમાં રેલવે પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને મહિલાની ઓળખ તેમજ આપઘાતના કારણો શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ સર્વિસ વિભાગ તથા ચાઈલ્ડ વેલફેર ટીમો પણ ઘટનાની પૃષ્ઠભૂમિ જાણી સંબંધિત મદદ પહોંચાડવા માટે સાથે જોડાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now