Home Gujarat Surat Woman Climbed A Tall Tree Near The Old Building Of The Hospital

સુરત હોસ્પિટલની જૂની બિલ્ડિંગ પાસે ઊંચા ઝાડ પર ચઢી ગઈ મહિલા : મચી ગઈ ભાગદોડ, ઘટનાનો Live Video વાયરલ

સુરત હોસ્પિટલની જૂની બિલ્ડિંગ પાસે ઊંચા ઝાડ પર ચઢી ગઈ મહિલા
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 01:30 PM IST

સુરત સિવિલ હોસ્પિટલ પરિસરમાં એક મહિલા અચાનક હોસ્પિટલના જૂના મકાન પાસે એક ખૂબ મોટા ઝાડ પર ચઢી ગઈ. આ રીતે મહિલા 60 ફૂટ ઊંચા ઝાડ પર પહોંચતા હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચી ગયો. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. મહિલાને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

ઘટનાસ્થળે પહોંચી ટીમ

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નીચે જાળી નાખીને મહિલાને સુરક્ષિત રીતે નીચે લાવવાનો પ્રયાસ કર્યો. આ માટે ટર્નટેબલ સીડી પણ મંગાવવામાં આવી હતી. આ બચાવ કામગીરીના કેટલાક રોમાંચક લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે.

મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી હતી. જોકે, આ પાછળનું કારણ જાણી શકાયું નથી કે મહિલાએ આવું કેમ કર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now