Home Gujarat Surat Traffic Police Takes Action Against Unnecessary Honking

સુરત ટ્રાફિક પોલીસનું બિનજરૂરી હોર્નિંગ સામે એક્શન : પ્રથમવાર 500 થી 1,000 રૂપિયાનો દંડ, 7 દિવસનું વિશેષ અભિયાન શરૂ

સુરત ટ્રાફિક પોલીસનું બિનજરૂરી હોર્નિંગ સામે એક્શન
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 07:34 AM IST

Surat Traffic Police Action: શહેરમાં વધતા ટ્રાફિક પ્રેશર વચ્ચે બિનજરૂરી અને સતત હોર્નિંગ લોકો માટે એક મોટી મુશ્કેલી બની ગયું છે. વાહનચાલકો દ્વારા જાણતા-અજાણતા વગાડાતા હોર્નના કારણે ન માત્ર અન્ય ડ્રાઈવરો પર માનસિક દબાણ વધે છે પરંતુ સંપૂર્ણ શહેરમાં ધ્વનિ પ્રદૂષણમાં પણ ભારે વધારો થાય છે. આ વધતી ફરિયાદો અને ટ્રાફિક શિષ્ટાચાર જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસએ હવે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે હવે શહેરમાં કોઈપણ વ્યક્તિ બિનજરૂરી રીતે હોર્ન વગાડતો પકડાશે તો મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ તેના પર પ્રથમવાર 500 થી 1,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

SP એસ.આર. ટંડેલે શું કહ્યું ?

ટ્રાફિકના અન્ય નિયમો જેટલું જ હોર્નિંગ સંબંધી નિયમનને પણ ગંભીરતાથી લાગુ કરવામાં આવશે. સુરતમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી અમલમાં મુકવામાં આવી છે. ટ્રાફિક વિભાગના SP એસ.આર. ટંડેલના જણાવ્યા અનુસાર, શહેરમાં ખાસ કરીને સિગ્નલ પર ઊભેલી ગાડીઓ પાછળથી આવતાં વાહનચાલકો અનાવશ્યક રીતે હોર્ન વગાડે છે. “સિગ્નલ ગ્રીન થવામાં હજુ સમય હોવા છતાં કેટલાક ડ્રાઈવરો ધીરજ ગુમાવીને સતત હોર્ન વગાડે છે. આ કારણે આગળ ઊભેલા ડ્રાઈવરોમાં ચીડિયાપણું ફેલાય છે અને સમગ્ર ટ્રાફિક વ્યવસ્થા પર ખોટો પ્રભાવ પડે છે,” એમ ટંડેલે જણાવ્યું.ટ્રાફિક પોલીસે હાલ 7 દિવસનું ખાસ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન લોકોને હોર્નના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

શહેરમાં ‘શાંતિ માટે હોર્ન બંધ’ અભિયાન

પોલીસ કર્મચારીઓ ચોરાશીઓ અને મુખ્ય માર્ગો પર વાહનચાલકોને સમજાવશે કે હોર્નનો ઉપયોગ માત્ર ઇમરજન્સી અથવા આવશ્યક પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. બિનજરૂરી હોર્નિંગને નાબૂદ કરવા માટે વિવિધ વિસ્તારોમાં પોસ્ટર, બેનરો તથા માઇક દ્વારા સૂચના આપવામાં આવશે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે આ પગલાંનો હેતુ દંડ વસૂલ કરવો નહિ, પરંતુ લોકોમાં શિસ્ત અને જવાબદારી જાગે તે સુનિશ્ચિત કરવાનું છે. જો આ અભિયાન સફળ સાબિત થશે તો ભવિષ્યમાં હોર્ન-ફ્રી ઝોન વધારવાની દિશામાં પણ શહેર આગળ વધી શકે છે.સુરત ટ્રાફિક પોલીસના આ નવા નિયમથી શહેરમાં ધ્વનિ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં વધારાના ટેકનોલોજીકલ પગલાં પણ લાગુ કરવાની તૈયારી પોલીસ વિભાગ દર્શાવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ