શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મેરિડિયન બિઝનેસ સેન્ટરની ઓફિસમાંથી ગેરકાયદેસર શેરમાર્કેટ ટ્રેડિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ ચલાવતી એક મોટી ગેંગને સુરત SOG દ્વારા પકડી પાડવામાં આવી છે. આ દરમિયાન પોલીસે કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે.
943 કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા
આ ગેંગ પાસેથી પોલીસેને ઘટના સ્થળ પરથી કુલ ₹ 17. લાખની મત્તા મળી હતી. જેમાં મોબાઈલ ફોન (19), લેપટોપ (4), રોકડા ₹10 લાખ, ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. કુલ 950 કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારો કરાયેલા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
મુખ્ય આરોપીઓ
નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરીયા (મોટાવરાછા), વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરીયા (મોટાવરાછા), જયદીપ કાનજીભાઈ પીપળીયા (કામરેજ), ભાવિન અરવિંદભાઈ હિરપરા (સરથાણા), નવનીત ચતુરભાઈ ગેવરીયા (સરથાણા), સાહીલ મુકેશભાઈ સુવાગીયા (વાલકપાટીયા), ભાવેશ જીણાભાઈ કિહલા (કતારગામ), બકુલ મગનભાઈ તરસરીયા (કતારગામ), જ્યારે ફરાર આરોપીઓમાં જાવેદ ઉર્ફે જેડી અને પરીમલ કાપડિયા પણ સામેલ છે, જે માટે તપાસ ચાલુ છે.






