Home Gujarat Surat Police Diamond Fectory Crime Gujarat Offbeatstories

સુરતમાં 50 રત્નકલાકારો બેભાન થઈ જવાનો મામલો : કુલરમાં ઝેરી દવા નાખી હોવાનું ખુલ્યું, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

સુરતમાં 50 રત્નકલાકારો બેભાન થઈ જવાનો મામલો
Published by: OBS Bureau
Last Updated: Apr 12, 2025, 10:04 AM IST

સુરતનાં કાપોદ્રા વિસ્તારની એક ડાયમંડ કંપનીમાં અચાનક જ 50 થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતાં બેભાન થઈ ગયા હતા. જેનાં કારણે તમામને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ કેમ તમામની તબિયત લથડી તે અંગે તપાસ કરતાં કુલરમાં કોઈક અસામાજીક તત્વ દ્વારા ઝેરી દવા નાખી હોવાને લીધે તમામની તબિયત લથડી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં કંપનીનાં મેનેજરે જ દવા નાખી હોવાનું સામે આવતાં પોલીસે તેની ધરપક્કડ કરી છે.

કાપોદ્રા વિસ્તારમાં આવેલ અનભ જેમ્સ કંપનીમાં ગઈકાલે અચાનક જ 50થી વધુ રત્નકલાકારો બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર કંપનીમાં અરાજકતાં ફેલાઈ જવા પામી હતી. બેભાન થયેલા રત્નકલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આવું જવા પાછળનું કારણ જાણવા જતાં કુલરમાં ઝેરી દવા નાખી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેથી તમામ રત્નકલાકારોઓએ કંપનીનાં માલિકને ફરિયાદ કરી હતી કે કોઈકનાં દ્વારા કુલરમાં ઝેરી દવા નાખી દીધી છે. જેથી માલિકે પોલીસને જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેની તપાસમાં કંપનીનાં મેનેજરે જ આવ્યું કર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આરોપી નિકુંજની ધરપકડ કરી હતી.

આરોપીની ધરપકડ બાદ પુછપરછ કરતાં પોતાનાં માથે દેણું થઈ ગયું હોય જેથી આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. અને પોતે દવા ગ્લાસમાં નાખી અને પિવાની કોશીસ કરી પરંતુ હિંમત ના થતાં અને અન્ય સહકર્મીઓને જોઈ લેતાં પોતે દવા કુલરમાં નાખી દેવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીનાં નિવેદન તે કેટલું સાચૂ છે કે ખોટું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now