સુરતમાં ઇન્વેસ્ટમેન્ટના નામે મોટા પાયે ઠગાઈ કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાયબર ક્રાઈમ સેલના સંકજામાં આવી છે. આ ગેંગે ખોટી કંપનીઓ ઉભી કરી લોકો સાથે શેર માર્કેટમાં રોકાણ કરાવવા માટે લોભામણી વાતો કરતી હતી. તેઓ દર મહિને 7%થી 11% સુધી રિટર્ન આપવાની લાલચ આપી લોકોને રોકાણાં કરવા દોરચા હતા. બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ નામની સ્કીમો ચલાવી રોકાણકારોને ભારે નફાની વાતો કરી પૈસાનું રોકાણ કરાવતા હતા.
40 લાખ રોકડ જપ્ત, 235 કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શન?
એજન્ટો દ્વારા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મળીને રોકાણ કરવા માટે પ્રેરિત કરાતા અને ખાસ કરીને વેપારીઓને ટાર્ગેટ કરીને મોટા પૈસો બેન્ક એકાઉન્ટ તથા આંગડિયા મારફતે વસૂલવામાં આવતાં. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગેંગના સાગરીતોને ઝડપી પાડી તેઓ પાસેથી પાંચ લેપટોપ, સાત મોબાઈલ ફોન અને રૂપિયા 40 લાખ રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં તપાસ દરમિયાન 235 કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શનના પકડવા માટે પુરાવા મળી આવ્યા છે. ઉપરાંત 100 કરોડ રૂપિયાના આંગડિયા વ્યવહારો પણ સામે આવ્યા છે.
ઠગાઈનું નેટવર્ક ઓપરેટ દુબઈથી થતું હતું?
દેશના 26 જેટલા રાજ્યોમાં આ ગેંગના સાગરીતો વિરુદ્ધ સાબર સંબધિત ફરિયાદો નોંધાયેલી છે, જેમાં અનેક લોકો તેમના જીવનભરની મૂડી ગુમાવી બેઠા છે. આ ગેંગનું નેટવર્ક ભારતની બહાર એટલે કે, ખાસ કરીને દુબઈ સુધી વિસ્તરેલું હોવાનું પણ સામે આવ્યું છે, જ્યાંથી ઠગાઈનું આ નેટવર્ક ઓપરેટ કરવામાં આવતું હતું
DCP ભાવેશ રોજીયાનું નિવેદન
ક્રાઇમ બ્રાંચના DCP ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે, “આ માત્ર શરૂઆત છે, આગળની તપાસમાં આ ગેંગના બીજા સાગરીતો અને વધુ નાણાકીય વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે, અમે ફોરેન્સિક અને સાઇબર એક્સપર્ટની મદદ લઈ વધુ દસ્તવેજો તથા નાણાકીય વયવહારોની તપાસ કરી રહ્યા છીએ.” વધુ નફાની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી અને ખાતરી બાદ જ રોકાણ કરવું જોઈએ.






