સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસને બાતમીના આધારે પાંડેસરાના વડોદ ગામના ગણેશ નગર નજીક આવેલા આવાસના બિલ્ડિંગમાં દરોડો કરતા બિલ્ડિંગમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો હતો. પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતા બે સંચાલક અને શરીર સુખ માણવા આવેલા 6 શખ્સોની ધરપકડ કરી દેહ વ્યાપાર માટે મહિલાઓને લાવનાર ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ 6 શખ્સોની કરી ધરપકડ
પાંડેસરા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વડોદ ગામ ગણેશ નગર નજીક આવેલા આવાસના બિલ્ડીંગ નંબર 75 માં રૂમ નંબર 11, 12, અને 13માં દરોડો કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી સંતોષકુમાર પાલ, મનું સિંગની ધરપકડ કરી છે. આ ઉપરાંત રાજ માલીયા, મહેશ જેના, બાબા માલીયા અને વિક્રમ નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ શખ્સો મહિલાઓને દેહ વ્યાપાર માટે લાવતા હતા અને ત્યારબાદ ગ્રાહકોને આ જગ્યા પર લાવી દેહ વ્યાપારનો ધંધો આર્થિક લાભ માટે ચલાવતા હતા.
દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ
પોલીસ દ્વારા રેડ દરમિયાન કુટણખાનું ચલાવતા મનુ સિંગ અને સંતોષકુમાર પાલ ઉપરાંત શરીર સુખ માણવા આવેલા 6 ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, જે સંચાલકો ઝડપાયા છે તે શરીર સુખ માણવા આવતા ગ્રાહકો પાસેથી જે પૈસા લેતા હતા તેમાંથી અડધા રૂપિયા ભોગ બનનાર મહિલાઓને આપતા હતા.
સેવન્થ ડે સ્કૂલનું કરોડોનું શંકાસ્પદ ટ્રાન્જેક્શન?: અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ પર સરકારી બોજો દાખલ કરવાની તૈયારી, જાણો શું છે સમગ્ર મામલો






