Home Gujarat Surat Municipal Corporations Historic Budget

સુરત મનપાનું ઐતિહાસિક બજેટ : પ્રથમવાર બજેટનું કદ ₹10,500 કરોડને પાર કરી ગયું, 8 નવા ફ્લાયઓવર અને...

સુરત મનપાનું ઐતિહાસિક બજેટ
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 09:18 AM IST

સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે રૂ. 10,593 કરોડનું કરબોજ વિનાનું ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરી શહેરના વિકાસ માટે મહત્ત્વાકાંક્ષી રોડમેપ જાહેર કર્યો છે. મનપાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનું કદ ₹10,500 કરોડને પાર કરી ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ₹589 કરોડનો વધારો નોંધાયો છે, જે સુરતની સતત વધતી આવશ્યકતાઓ અને ગ્લોબલ સિટી બનવાની દિશામાં લેવાયેલા પગલાં દર્શાવે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કોઈ પણ નવા કર કે વેરા વધારો ન કરવાની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. જૂના વેરા દરો યથાવત રાખવામાં આવતા નાગરિકોને સીધી રાહત મળી છે.

સુરત મનપાનું ચૂંટણીલક્ષી મહાબજેટ રજૂ

આ સાથે બજેટમાં અંદાજિત ₹257 કરોડનું રેવન્યુ સરપ્લસ દર્શાવવામાં આવ્યું છે, જે પાલિકાની આર્થિક સ્થીરતા અને વ્યવસ્થાપન ક્ષમતાને રેખાંકિત કરે છે.બજેટનો મુખ્ય ભાર માળખાકીય વિકાસ પર રાખવામાં આવ્યો છે. કુલ ₹5,073 કરોડ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા તથા ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવ્યા છે. ‘બ્રિજ સિટી’ તરીકે ઓળખાતા સુરતમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ₹540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાયઓવર પૈકી સૌથી મહત્વના પ્રોજેક્ટ્સમાં SVNIT જંકશન અને કારગિલ ચોક ખાતે રૂ. 120 કરોડનો બ્રિજ, ઉધના-મગદલ્લા રોડ પર ગાંધીકુટીર જંકશન અને ઉધના ત્રણ રસ્તા જંકશન ખાતે રૂ. 40-40 કરોડના બ્રિજ, તેમજ અણુવ્રત દ્વાર પાસે રૂ. 80 કરોડની કનેક્ટિવિટી યોજના સામેલ છે. વરાછા-સરથાણા વિસ્તારમાં સહજાનંદ રોડથી રચના સર્કલ અને શ્યામધામ નજીક નવા બ્રિજ બનશે, જ્યારે પાલ-ઉમરા બ્રિજના છેડે RTO જંકશન પાસે પણ રૂ. 80 કરોડનો નવો ફ્લાય ઓવર આકાર લેશે.

કરમુક્તિ અને 8 નવા ફ્લાયઓવરનો રોડમેપ

આ ઉપરાંત રોડ ડેવલપમેન્ટ માટે રૂ. 332 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓના નવીનીકરણ, સીસી રોડ, પોલિમરિક રીસરફેસિંગ અને પર્યાવરણમિત્ર ટેકનોલોજી દ્વારા માર્ગોને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાનો ઉદ્દેશ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર ફાળો આપવામાં આવ્યો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ₹1,032 કરોડથી વધુનું બજેટ રજૂ થયું છે, જેમાં 11 નવા શાળા ભવનો, આધુનિક વિષયો જેમ કે AI-રોબોટિક્સ, વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ, શૂઝ અને સ્ટેશનરીની જોગવાઈ સામેલ છે. સ્વાસ્થ્ય અને રમતગમત માટે ‘ફિટ સુરત’ અભિયાન, પર્યાવરણ માટે અર્બન ગ્રીન પોલિસી, મહિલા સુરક્ષા માટે પિંક ટોયલેટ, ફેરિયાઓ માટે આર્થિક સહાય અને ફાયર વિભાગને આધુનિક બનાવવા ₹22.75 કરોડ જેવી જાહેરાતો બજેટને સર્વાંગી બનાવે છે. આ રીતે, કરમુક્તિ સાથે વિકાસલક્ષી યોજનાઓ ધરાવતું આ બજેટ સુરતને વધુ સુવ્યવસ્થિત, હરિયાળું અને આધુનિક શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થવાની શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ