Home Gujarat Surat Mp Is Worried About The Citys Bridges After The Vadodara Bridge Tragy

વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરત સાંસદને સતાવે છે શહેરના બ્રિજની ચિંતા : સાંસદ મુકેશ દલાલે મનપાને પત્ર લખી બ્રિજ પર સેફટી જાળી લગાવવા કરી ટકોર

વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરત સાંસદને સતાવે છે શહેરના બ્રિજની ચિંતા
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 06:45 AM IST

સુરતમાં કેબલ સ્ટેડ બ્રિજને લઈને સાસંદે પાલિકાને પત્ર લખ્યો છે. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને પત્ર લખ્યો છે. સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગર પાલિકાને બ્રિજ પર સેફટી જાળી લગાડવા બાબત ટકોર કરી છે.

સાંસદે અઠવાલાઇન્સથી અડાજણ બ્રિજને લઇ રજૂઆત કરવામાં આવી છે.વધુમાં સાંસદે કહ્યું હતું કે કેટલાક લોકો બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરે છે. તે લોકોની સલામતી માટે કેબલ બ્રિજ પર પર સેફટી નેટ લગાવવા કહ્યું હતું. તે સિવાય તેમણે કેબલ સ્ટેડ બ્રિજનો સ્ટ્રકચલરલ ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી છે.

વડોદરામાં મહિસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા પુલ ગઈકાલે તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં પુલ પરથી પસાર થતા પાંચથી વધુ વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 18 પર પહોંચી ગયો છે. 2 લોકો હજુ પણ ગુમ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now