Home Gujarat Surat Mother Case Son Daughter In Law Arrested Amroli

સુરતમાં કોથળામાં લાશ કાંડનો ભેદ ઉકેલાયો : સગા દીકરા-વહુએ જ માતાની ગળું દબાવી હત્યા કરી

સુરતમાં કોથળામાં લાશ કાંડનો ભેદ ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:03 PM IST

સુરતના અમરોલી વિસ્તારમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક મહિલાની હત્યા તેના પોતાના પુત્ર અને વહુએ જ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મૃતક હમીદાખાતૂન કોસાડ આવાસ, સુરતના A-2 બ્લોકમાં રહેતી હતી. પ્રાથમિક તપાસ મુજબ પુત્ર ફિરોઝ આલમ અને તેની પત્ની સબાનાએ મળીને મહિલાનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતદેહના હાથ-પગ બાંધી લાશને પ્લાસ્ટિક બેગમાં ભરી કોથળામાં નાખી દીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને ઝડપી પાડ્યા

ઘટનાની જાણ થતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી ગઈ હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ પટના નજીક ભાગી ગયા હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે પટના નજીકથી પુત્ર ફિરોઝ આલમ અને વહુ સબાનાને ઝડપી પાડ્યા અને તેમને સુરત લાવવામાં આવ્યા છે.

શું હતો મામલો?

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નિયમિત સફાઈ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને એક શંકાસ્પદ કોથળો જોવા મળતા શરૂઆતમાં સામાન્ય કચરાનો કોથળો હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેને ખોલવામાં આવ્યો ત્યારે અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવતા સફાઈ કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now